દેશની જનતાને ફરી સૌથી મોટો ઝટકો! આવતીકાલે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જાણો નવો ભાવ

પેટ્રોલની ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે. જેના કારણે હવે 1 લીટર પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે. જ્યારે 1 લીટર ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયાએ પહોંચ્યો છે.

દેશની જનતાને ફરી સૌથી મોટો ઝટકો! આવતીકાલે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જાણો નવો ભાવ

નવી દિલ્હીઃ સામાન્ય માણસ મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસ સુધી સતત 80 પૈસાના વધારા બાદ આવતીકાલે એટલે કે શુક્રવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

પેટ્રોલની ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે. જેના કારણે હવે 1 લીટર પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે. જ્યારે 1 લીટર ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લાં 3 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીંકીને 2.40 રૂપિયાનો વધારો કરાયો છે.

આવતીકાલે આ હશે નવા ભાવ
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન મુજબ, શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 97.81 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે, ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.07 રૂપિયા થઈ ગઈ છે.

2 દિવસથી ભાવમાં સતત વધારો થયો છે
નોંધનીય છે કે આજે એટલે કે ગુરુવારે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી. અગાઉ 22 માર્ચ અને 23 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news