ટી20 વિશ્વકપમાંથી આ 5 ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તુ, IPLમાં અત્યાર સુધી રહ્યાં છે ફ્લોપ

T20 World Cup: આઈપીએલ બાદ ભારતીય ટીમ ટી20 વિશ્વકપ રમવા રવાના થશે. આ માટે પસંદગીકારો એપ્રિલના અંત સુધીમાં ટીમ જાહેર કરી શકે છે. ભારતીય ટીમ વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
 

ટી20 વિશ્વકપમાંથી આ 5 ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તુ, IPLમાં અત્યાર સુધી રહ્યાં છે ફ્લોપ

નવી દિલ્હીઃ Team India For T20 World Cup 2024: વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર ટી20 વિશ્વકપ 2024નું આયોજન થવાનું છે. ભારતીય ટીમ પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ વિરુદ્ધ કરશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો 5 જૂને રમાશે. તો ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 9 જૂને મેદાનમાં ઉતરશે. પરંતુ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ શું હશે? ટીમ ઈન્ડિયામાં કયાં-કયાં કેલાડીઓને તક મળશે? જો આઈપીએલમાં પ્રદર્શન જુઓ તો ઘણા મોટા નામોના પત્તા કપાઈ શકે છે. આપણે તેવા ખેલાડીઓની ચર્ચા કરીશું જેને વિશ્વકપની ટીમમાં જગ્યા મળવી મુશ્કેલ લાગી રહી છે.

વિશ્વકપ ટીમમાં કેએલ રાહુલને નહીં મળે જગ્યા?
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને વિશ્વકપ ટીમથી દૂર રહેવું પડી શકે છે. હકીકતમાં આઈપીએલમાં કેએલ રાહુલ સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. સાથે કેએલ રાહુલની સ્ટ્રાઇક રેટ પણ ચિંતાનો વિષય છે. તેવામાં કેએલ રાહુલ માટે વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવવી સરળ રહેશે નહીં. કોલકત્તા નાઈટ રાઇડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો છે. તાજેતરમાં બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ અય્યરને બહાર કરી દીધો હતો. તેવામાં વિશ્વકપની ટીમમાં અય્યરની એન્ટ્રી મુશ્કેલ લાગી રહી છે.

આ ખેલાડીઓ પણ થઈ શકે છે બહાર
આ સિવાય દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલની આશા પર પણ પાણી ફરી શકે છે. આઈપીએલમાં અક્ષર પટેલે બોલર તરીકે જરૂર છાપ છોડી છે, પરંતુ તે બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યો નથી. સાથે મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટર ઈશાન કિશન અને પંજાબ કિંગ્સના જિતેશ શર્માએ પણ નિરાશ કર્યાં છે. તેવામાં આ બંને ખેલાડીઓએ પણ વિશ્વકપની ટિકિટ મેળવવી હશે તો સારૂ પ્રદર્શન કરવું પડશે. 

આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે ટીમ
ટી20 વિશ્વકપ માટે ભારતીય પસંદગીકારો એપ્રિલ મહિનાના અંત સુધીમાં ટીમ જાહેર કરી શકે છે. પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકર સહિત અન્ય પસંદગીકારો અત્યારે આઈપીએલની મેચો પર ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. આઈપીએલના પ્રદર્શનના આધારે પણ ટી20 વિશ્વકપ માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news