IND vs WI: કેએલ રાહુલની પાસે ટી20Iમા સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવાની તક

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની પાસે ટી20 મેચમાં એક ખાસ મુકામ પોતાના નામે કરવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં તે સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી શકે છે. 
 

 IND vs WI: કેએલ રાહુલની પાસે ટી20Iમા સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવાની તક

નવી દિલ્હીઃ ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝના પ્રથમ મુકાબલામાં એક રેકોર્ડ તોડી શકે છે. ભારતીય ટીમ શનિવારથી પોતાના અમેરિકી અને કેરેબિયન પ્રવાસની શરૂઆત કરી રહી છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય, ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટ મેચ રમવી છે. રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1000 રન પૂરા કરવાથી માત્ર 121 રન દૂર છે. 

જો રાહુલ પ્રથમ મેચમાં આ મુકામ હાસિલ કરી લે તો તે સૌથી ઝડપી 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે. રાહુલ 25મી ઈનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી લેશે. હાલમાં આ રેકોર્ડ પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમના નામે નોંધાયેલો છે. આઝમે 26 ઈનિંગમાં 1000 T20I રન પૂરા કર્યાં હતા. તો વિરાટ કોહલીએ 27 ઈનિગંમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક હજાર રનનો આંકડો પાર કર્યો હતો. 

પરંતુ ટી20 ક્રિકેટમાં સદી ફટકારવી સરળ હોતી નથી પરંતુ રાહુલ આ કામ પહેલા કરી ચુક્યો છે. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં બે સદી ફટકારી ચુક્યો છે. આ સિવાય આઈપીએલમાં પણ તેના નામે એક સદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news