INDvsWI: હૈદરાબાદ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર, મયંક અગ્રવાલ બહાર

શ્રેણીનો પ્રથમ ટેસ્ટ રાજકોટમાં રમાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ અઢી દિવસમાં જ ઈનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીત મેળવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝની ક્લીન સ્વીપ કરવા માટે તૈયાર છે. 

INDvsWI: હૈદરાબાદ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર, મયંક અગ્રવાલ બહાર

હૈદરાબાદઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શુક્રવારે શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે 12 ખેલાડીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. મયંક અગ્રવાલને તક આપવામાં આવી નથી. 

બે ટેસ્ટ મેચોની શ્રેણીના અંતિમ ટેસ્ટ માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓલરાઉન્ડર હનુમા વિહારી, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સિવાય ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને તક આપવાની શક્યતા હતી, પરંતુ પસંદગીકારોએ રાજકોટ ટેસ્ટની ટીમને યથાવત રાખી છે. 

વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂરાજા, અજ્કિંય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર. 

— BCCI (@BCCI) October 11, 2018

રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ અઢી દિવસમાં જ ઈનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીત મેળવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝની ક્લીન સ્વીપ કરવા માટે તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે 27 વર્ષના મયંક અગ્રવાલને હજુ વધુ રાહ જોવી પડશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રનોનો પહાડ ખડકનારો મયંક પોતાના ટેસ્ટ પર્દાપણની પ્રતીક્ષામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news