6 વર્ષીય બાળકી લિફ્ટમાં છુંદાઈ, જામનગરની ગોઝારી ઘટના

જામનગરમાં આજે એક ગોઝારી ઘટના બની છે

6 વર્ષીય બાળકી લિફ્ટમાં છુંદાઈ, જામનગરની ગોઝારી ઘટના

જામનગર : જામનગરમાં આજે એક ગોઝારી ઘટના બની છે. જામનગરની પટેલ કોલોની ખાતે આવેલી શ્રીરંગ રેસીડેન્સી એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ બાળકીનું માથું લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયુ હતું અને ધડ નીચેના ભાગમાં લટકતું હતું. આ અકસ્માતને પગલે ભલભલાને કમકમાટી ઉપસાવે તેવા દ્રશ્યો સર્જાયો હતા. બાળકીને રેસ્કયું કરવા માટે ફાયર અને પોલીસ ધટનાસ્થળે દોડી આવ્યા હતા પણ બાળકીને બચાવી શકાઈ નહોતી.

આ ઘટનાની વિગતો જોઈએ તો બાળકી સવારે લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે તે ફસાઈ ગઈ હતી. બાળકીને બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા. લિફ્ટ અને દીવાલ વચ્ચે બાળકીનું માથું ફસાઈ ગયું હતું. જોકે, આ અકસ્માત ખરાબ લિફ્ટને કારણે છે કે બાળકીની ભુલના કારણે એ તપાસનો વિષય છે. 

આ મૃતક બાળકીના પિતા ચોકીદાર છે. તે રમતા રમતા સેલરમાં પહોંચી ગઈ અને ઉપરથી લિફ્ટ આવતા ગળું ફસાઈ ગયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news