ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારત પહોંચી દક્ષિણ આફ્રિકાની ટીમ

ડિ કોકની આગેવાની વાળી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે શનિવારે ભારત પહોંચી છે. 

ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારત પહોંચી દક્ષિણ આફ્રિકાની ટીમ

નવી દિલ્હીઃ ક્વિન્ટન ડિ કોકની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ત્રણ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે શનિવારે ભારત પહોંચી છે. ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ટ્વીટ કર્યું, 'ભારતમાં આવીને રોમાંચ અનુભવી રહ્યો છું અને ફરી ક્રિકેટ રમવાનો ઇંતજાર છે.'

દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રવાસની શરૂઆત 15 સપ્ટેમ્બરે ધર્મશાળામાં રમાનારી પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે કરશે. સિરીઝની બીજી અને ત્રીજી મેચ ક્રમશઃ મોહાલી (18 સપ્ટેમ્બર) અને બેંગલુરૂ (22 સપ્ટેમ્બર)માં રમાશે. 

ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે જે આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનો પ્રથમ મુકાબલો હશે. ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમ (2 થી છ ઓક્ટોબર), પુણે (10-14 ઓક્ટોબર) અને રાંચી (19-23 ઓક્ટોબર) રમાશે. 

ટીમ સોમવારે દિલ્હી સ્થિત દક્ષિણ આફ્રિકા એમ્બેસીની મુલાકાત કરે તેવી સંભાવના છે ત્યારબાદ તે નવ સપ્ટેમ્બરે ધર્મશાળા પહોંચશે. 

ટીમ અહીં વચગાળાના ડાયરેક્ટર ઇનોચ એનક્વેની દેખરેખમાં રમશે. વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમે કોચ ઓટિસ ગિબ્સનનો કરાર આગળ વધાર્યો નથી. 

ભારત વિ દક્ષિણ આફ્રિકા - કાર્યક્રમ

પ્રથમ ટી 20: 15 સપ્ટેમ્બર 2019, સાંજે 7:00, ધર્મશાળા

બીજી ટી 20: 18 સપ્ટેમ્બર 2019, 7:00 વાગ્યે, મોહાલી

ત્રીજી ટી 20: 22 સપ્ટેમ્બર 2019, સાંજે 7:00, બેંગલોર

પ્રથમ ટેસ્ટ: 2-6 ઓક્ટોબર, સવારે 9:30, વિશાખાપટ્ટનમ

બીજી ટેસ્ટ: 10-14 ઓક્ટોબર, સવારે 9:30, પુણે

ત્રીજી ટેસ્ટ: 19-23 ઓક્ટોબર, સવારે 9:30, રાંચી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news