Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે

ઇસરો અધ્યક્ષ કે.સિવને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, લેન્ડર સાથે સંપર્કનો પ્રયાસ ચાલી રહ્યો ચે

Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે

નવી દિલ્હી : ઇસરોના અધ્યક્ષ કે.સિવને (K.Sivan) જી ન્યૂઝ (Zee News) સાથેની વાતચીતમાં કહ્યું કે, લેન્ડર સાથેનો સંપર્ક કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અમે આંકડાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. સિવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે થયેલી તેમની વાતચીત પર પ્રકાશ પાડતા કહ્યું કે, તેમણે અમારો આત્મવિશ્વાસ વધાર્યો છે. સિવને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અમને જણાવ્યું કે, સંપુર્ણ રીતે કામ કરતા રહો. ઇસરોના વૈજ્ઞાનિકોએ સારુ કામ કર્યું. 
ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
આ અગાઉ ચંદ્રયાન-2 (chandrayaan 2) ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટીને સ્પર્શવાથી થોડી મિનિટો પહલા જમીની સ્ટેશન સાથેનો તેનો સંપર્ક તુટ્યા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે વૈજ્ઞાનિકોનો આત્મવિશઅવાસ વધારતા કહ્યું કે, તેઓ મિશનમાં આવેલી અડચણોને કારણે પોતાનું દિલ દુખાવે નહી, કારણ કે નવી સવાર થશે અને સારુ ભવિષ્ય હશે.

ચંદ્રયાન-2: આશંકા છે... વિક્રમ લેન્ડરે ચંદ્ર પર કર્યું ક્રેશ લેન્ડિંગ, આશા જીવંત
ભારતે ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે તે સમયે ઝટકો લાગ્યો, જ્યારે લેન્ડર વિક્રમથી ચંદ્રમાની સપાટીથી માત્ર 2 કિલોમીટર દુર હતું ત્યારે જ તેનો સંપર્ક કપાઇ ચુક્યો. ઇસરોના લેન્ડર સાથેનો સંપર્ક તુટવાની જાહેરાત બાદ મોદીએ એક ભાષણમાં આશાવાદનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, દેશનાંવૈજ્ઞાનિકો પર ગર્વ છે અને તેઓ તેમની સાથે ઉભા છે.

ચંદ્રયાન-2 પર સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે, પાકે. ફરી આછકલી હરકત કરી
મોદીએ કહ્યું કે, અમે ખુબ જ નજીક પહોંચી ચુક્યા હતા પરંતુ હજી આપણે વધારે આગળ જવું પડશે. આજથી મળેલા પાઠ આપણું ભવિષ્ય મજબુત બનાવશે. દેશને આપણા અંતરિક્ષ કાર્યક્રમો અને વૈત્રાનિકો પર ગર્વ છે. આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં હજી સર્વશ્રેષ્ઠ થવાનું બાકી છે. પ્રયાસ સાર્થક રહે અને યાત્રા પણ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news