Virat Kohli: દુનિયાએ જોયું વિરાટ કોહલી કેમ છે ટીમ ઇન્ડીયાના કિંગ, પાકિસ્તાનના જડબામાંથી છીનવી જીત
Virat Kohli: જીત માટે 160 રનના ટાર્ગેટના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી, પરંતુ કોહલીએ એકલા 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી દિવાળીના એક દિવસ પહેલાં ભારતમાં જશ્નની શરૂઆત કરાવી દીધી.
Trending Photos
Virat Kohli: આખી દુનિયાએ આજે જોયું કે કઇ રીતે ભારતના ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપના મહામુકાબલામાં પાકિસ્તાનના જડબામાંથી જીતને છીનવી લીધી. વિરાટ કોહલીએ આ મેચમાં 82 રનની અણનમ ઇનિંગ રમીને ટીમ ઇન્ડીયાને જીત અપાવવામાં મોટો રોલ ભજવ્યો છે. વિરાટ કોહલી ધમાકેદાર ઇનિંગ રમ્યા ન હોત તો ભારતીય ટીમની હાર નક્કી હતી.
દુનિયાએ જોયું વિરાટ કોહલી કેમ છે ટીમ ઇન્ડીયાના કિંગ
પળ પળ બદલાતી મેચની મોમેંટ્સ, દરેક બોલ પર તણાવ અને સરહદની આરપાસ શ્વાસ થંભી ગયા. આખરે વિરાટ કોહલીનું બેટ શાહીન શાહ અફરીદી એન્ડ કંપની પર ભારે પડ્યું અને તેમણે ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં પાકિસ્તાન પર ભારતને ચાર વિકેટથી રોમાંચક જીત અપાવીને દેશને દિવાળીની યાદગાર ભેટ આપી.
પાકિસ્તાનના જડબામાંથી આ રીતે છીનવી જીત
જીત માટે 160 રનના ટાર્ગેટના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી, પરંતુ કોહલીએ એકલા 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી દિવાળીના એક દિવસ પહેલાં ભારતમાં જશ્નની શરૂઆત કરાવી દીધી.
19મી ઓવરના અંતિમ બે બોલ પર કોહલીએ ફટકારી બે સિક્સર
ભારતીય ટીમને અંતિમ બે ઓવરમાં 31 રનની જરૂર હતી. હારિસ રઉફે નાખેલી 19મી ઓવરના અંતિમ બે બોલમાં કોહલીએ બે સિક્સર ફટકારી જેથી ઓવરમાં ટાર્ગેટ 16 રનનો રહી ગયો. પહેલાં બોલ પર હાર્દિક પંડ્યાને મોહમંદ નવાજને આઉટ કરી દીધો.
દિવાળી પર ટીમ ઇન્ડીયાને આપી ભેટ
બીજા બોલ પર દિનેશ કાર્તિકે એક અને ત્રીજા બોલ પર કોહલીએ બે રન નિકાળ્યા. ચોથો બોલ નો બોલ રહ્યો જેના પર કોહલીએ સિક્સર ફટકારી. હવે ત્રણ બોલમાં છ રન જોયતા હતા. આગામી બોલ વાઇડ રહ્યો ત્યારબાદ બાઇના ત્રણ રન આવ્યા પરંતુ પાંચમા બોલ પર કાર્તિક આઉટ થઇ ગયો. અંતિમ એક રનને લઇને આર અશ્વિને ટીમને જીત અપાવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે