ENG vs IND: ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ માટે ગૌતમ ગંભીરે કરી પ્લેઇંગ ઇલેવનની પસંદગી, જાણો કોને આપી તક


ગંભીરે પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમાં તેણે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે શુભમન ગીલ (Shubhman gill) ને આપી છે. 


 

 ENG vs IND: ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ માટે ગૌતમ ગંભીરે કરી પ્લેઇંગ ઇલેવનની પસંદગી, જાણો કોને આપી તક

નવી દિલ્હીઃ  India vs England Gautam Gambhir picked playing XI for first test against England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ 5 ફેબ્રુઆરીથી થશે અને પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. આ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ પોતાની પસંદગીની પ્લેઇંગ ઇલેવનનની પસંદગી કરી છે. આ ટેસ્ટ સિરીઝ રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી જેવા ખેલાડી ઈજાને કારણે ઉપલબ્ધ નથી, તેવી સ્થિતિમાં તેણે જે ટીમ પસંદ કરી છે તે ખુબ સંતુલિત જોવા મળી રહી છે.

ઈંગ્લેન્ડની ટીમ મજબૂત ટીમ છે અને શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ તેનું મનોબળ ઉચું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવવા માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી સાવધાનીપૂર્વક કરવી પડશે અને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને હરાવવુ પડશે. હવે ગંભીરે પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમાં તેણે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે શુભમન ગીલ (Shubhman gill) ને આપી છે. 

1. Rohit Sharma.
2. Shubman Gill.
3. Che Pujara.
4. Virat Kohli (C).
5. Ajinkya Rahane.
6. Rishabh Pant (WK).
7. Axar Patel.
8. Ravi Ashwin.
9. Kuldeep Yadav.
10. Jasprit Bumrah.
11. Mohammad Siraj.

— CricketMAN2 (@man4_cricket) January 27, 2021

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમમાં વાપસી થઈ ચુકી છે અને ત્યારબાદ મધ્યમક્રમ માટે ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રહાણેની પસંદગી કરી છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેણે રિષભ પંતની પસંદગી કરી જ્યારે સાહાને બહાર રાખ્યો છે. ગંભીરે ટીમમાં અક્ષર પટેલ અને અશ્વિન તરીકે ટીમમાં બે સ્પિનર ઓલરાઉન્ડરની પસંદગી કરી છે, જ્યારે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવ છે. ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ગૌતમ ગંભીરની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news