Singhu Border પર ભારે હલચલ, સ્થાનિક લોકોએ બોર્ડર વિસ્તાર ખાલી કરાવવાની કરી માગણી

ગણતંત્ર દિવસે (Republic Day 2021) દિલ્હીમાં નીકળેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) માં ખુબ હિંસા અને અરાજકતા જોવા મળી. જેની અસર હવે ખેડૂત આંદોલન પર જોવા મળી રહી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર છેલ્લા લગભગ બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો વિરુદ્ધ ગુરુવારે ગામવાળા રસ્તાઓ પર ઉતરી આવ્યા. 

Singhu Border પર ભારે હલચલ, સ્થાનિક લોકોએ બોર્ડર વિસ્તાર ખાલી કરાવવાની કરી માગણી

નવી દિલ્હી: ગણતંત્ર દિવસે (Republic Day 2021) દિલ્હીમાં નીકળેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) માં ખુબ હિંસા અને અરાજકતા જોવા મળી. જેની અસર હવે ખેડૂત આંદોલન પર જોવા મળી રહી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર છેલ્લા લગભગ બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો વિરુદ્ધ ગુરુવારે ગામવાળા રસ્તાઓ પર ઉતરી આવ્યા. 

ઝી ન્યૂઝે દિલ્હીની સરહદો ખાલી કરાવવા માટે 'મેરા બોર્ડર ખાલી કરો' મુહિમ ચલાવેલી છે. જેને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે. ગણતંત્ર દિવસે ( Republic Day 2021 ) લાલ કિલ્લામાં થયેલી હિંસાને લઈને લોકોમાં ખુબ નારાજગી જોવા મળી રહી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર સ્થાનિક લોકો ભેગા થઈ ગયા છે અને બોર્ડર ખાલી કરાવવાની માગણી કરતા પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારબાદ સિંઘુ બોર્ડર પર પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પ્રદર્શન કરી રહેલા લોકો 'તિરંગાનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન', 'સિંઘુ બોર્ડર ખાલી કરો', 'દિલ્હી પોલીસ સંઘર્ષ કરો હમે તુમ્હારે સાથ હૈ', 'ખાલિસ્તાન મુર્દાબાદ'ના નારા લાગી રહ્યા છે. 

પ્રદર્શનકારીઓએ એમ પણ કહ્યું કે લાલ કિલ્લા(Red Fort) માં તિરંગાનું અપમાન કરવામાં આવ્યું, જે અમે નહીં સહન કરીએ. અત્યાર સુધી અમે અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ કરી રહ્યા હતા, પરંતુ ગણતંત્ર દિવસે જે ઘટના ઘટી તેનાથી ખુબ નારાજગી છે. 

જુઓ VIDEO

નોંધનીય છે કે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) માં જે હિંસા થઈ તેનાથી ખેડૂત આંદોલનના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. દિલ્હી-નોઈડા બોર્ડર પર બેઠેલા ખેડૂત સંગઠનોએ પોતાનું પ્રદર્શન ખતમ કર્યું અને ચિલ્લા બોર્ડર ખાલી કરી નાખી. દિલ્હી પોલીસ તરફથી પણ હિંસા મામલે તાબડતોબ કાર્યવાહી થઈ રહી છે. અત્યાર સુધીમાં બે ડઝન કરતા વધુ એફઆઈઆર થઈ છે. 20 જેટલા ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. 

રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને ફટકારી લુકઆઉટ નોટિસ 
દિલ્હી  (Delhi) પોલીસે ટ્રેક્ટર રેલી (Tractor Rally) મુદ્દે પોલીસ સાથે સમજૂતિ તોડવા બદલ રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલબીર એસ રાજેવાલ સહિત 20 ખેડૂત નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલી છે. તેમને 3 દિવસની અંદર જવાબ આપવાનું કહેવાયું છે. પોલીસે ગાઝીપુર બોર્ડર સ્થિત રાકેશ ટિકૈતના ટેન્ટ પર લુકઆઉટ નોટિસ ચિપકાવી દીધી. નોટિસનો જલદી જવાબ આપવાનું કહેવાયું છે. 

યોગેન્દ્ર યાદવ અને રાકેશ ટિકૈત સહિત મોટા નેતાઓ પર કેસ
દિલ્હીના સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં સંયુક્ત કિસાન મોરચા (SKM) ના છ પ્રવક્તા સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે. જેમાં સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) સહિત અનેક મોટા ખેડૂત નેતાઓના નામ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news