INDvsENG: ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 287 રને સમેટાયો
પ્રથમ દિવસે ભારતીય બોલર્સોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા.
Trending Photos
બર્મિંઘમઃ એજબેસ્ટનમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટનો પહેલો દિવસ ભારતીય બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા છે. સેમ કુરૈન અને એન્ડરસન ક્રિઝ પર છે. આ પહેલા ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સવારના સત્રમાં તેને એકમાત્ર ઝટકો અશ્વિને આપ્યો હતો. તેણે કુક (13)ને બોલ્ડ કર્યો. ભારત તરફથી નવા બોલ સાથે આક્રમણની શરૂઆત ઉમેશ યાદવ અને ઉશાંત શર્માએ કરી હતી.
ડાબોડી બેટ્સમેન કુક અને જેનિંગ્સને ઇશાંતની બહાર જતા બોલ વિરુદ્ધ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેનિંગ્સ જ્યારે 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઈશાંતના બોલ પર કટ લાગી પરંતુ સ્લિપમાં રહેલ રહાણે તેને પકડવામાં અસફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટને તમામને ચોંકાવતા 7મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ આપી. અશ્વિને પણ કેપ્ટનને નિશાર ન કર્યો અને પોતાની બીજી ઓવરમાં ભારતને સફળતા અપાવી. આ ઓફ સ્પિનરે ટેસ્ટ ક્રિકેટમાં 8મી વાર કુકને આઉટ કર્યો.
ત્યારબાદ કેપ્ટન જો રૂટ અને જેનિંગ્સે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. જેનિંગ્સ પોતાની અર્ધસદી તરફ આગળ વદી રહ્યો હતો ત્યારે શમીએ તેને 42 રને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ડેવિડ મલાન (8)ને શમીએ એલબી આઉટ કર્યો હતો. ત્યારબાદ બેયરસ્ટોએ રૂટ સાથે મળીને ઈંગ્લેન્ડની બાજી સંભાળી હતી. આ બંન્ને બેટ્સમેનોએ ભારતના બોલર્સોનો શાનદાર રીતે સામનો કર્યો હતો. આ દરમિયાન રૂટે પોતાની અડધી સદી પૂરી કરી અને ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.
રૂટ અને બેયરસ્ટોએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 216 પર પહોંચ્યો ત્યારે રૂટ બે રન લેવાની ઉતાવળમાં કોહલીના શાનદાર થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. રૂટ આઉટ થતા ઈંગ્લેન્ડનો ધબડકો શરૂ થયો હતો. ત્યારબાદ અશ્વિને બટલર (0) એલબી આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. બેયરસ્ટો (70)ને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. સ્ટોક્સ (21), રાશિદ (13) અને બ્રોડ (1) રન બનાવી આઉટ થયા હતા. દિવસના અંતે કુરૈન 24 અને એન્ડરસન 0 રને મેદાનમાં છે.
ભારતીય તરફથી અશ્વિન (60 રન 4 વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો હતો. શમી (64 રન 2 વિકેટ), ઉમેશ યાદવ (56 રન 1 વિકેટ), ઈશાંત શર્મા (46 રન 1 વિકેટ) ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે