કોહલીએ કહ્યું- 2011થી છે પીઠનો દુખાવો, પરંતુ તેની સાથે રમી રહ્યો છું

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પીઠના દુખાવા વિશે મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ ખુલાસો કર્યો કે, તેને ભારતીય ટીમમાં શરૂઆતી દિવસોમાં 2011થી ડિસ્કની સમસ્યા રહી છે. 

કોહલીએ કહ્યું- 2011થી છે પીઠનો દુખાવો, પરંતુ તેની સાથે રમી રહ્યો છું

સિડનીઃ વિરાટ કોહલીએ બુધવારે પોતાની પીઠની ઈજાને લઈને ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, પીઠમાં દુખાવો તેને 2011થી છે. તે આ દુખાવા સાથે સતત રમી રહ્યો છે. આ પ્રકારની મુશ્કેલીનો સામનો તમામ ક્રિકેટરોએ કરવો પડે છે. કોહલીએ મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી દિવસે ફિજિયોનો સહારો લીધો હતો. દુખાવ બાદ તે 82 રન બનાવી આઉટ થઈ ગયો હતો. કોહલીએ ગત વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ બીજી ટેસ્ટમાં દુખાવાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. 

30 વર્ષીય કોહલી ટેસ્ટમાં  અત્યારે નંબર-1 બેટ્સમેન છે. તેણે આ દુખાવા વિશે કહ્યું, આ કોઈ મોટી વાત નથી. હું તેમાંથી બહાર આવવા સક્ષમ છું. ફિજિયો તેની સાથે જોડાયેલી દરેક સમસ્યામાં મારી સહાયતા કરે છે. કોહલીએ ભારત માટે 76 ટેસ્ટ અને 200 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 25 સદીની મદદથી 6590 રન બનાવ્યા છે. તો વનડેમાં 38 સદીની મદદથી 10232 રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સિરીઝમાં પણ એક સદી ફટકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news