મોટા કડાકા સાથે શેર બજાર બંધ, સેન્સેક્સમાં 363 અને નિફ્ટી 117 પોઈન્ટ ડાઉન
Trending Photos
મુંબઇ: શેર બજાર બુધવારે મોટી ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 363.05 પોઈન્ટ (1%) ના ઘટાડા સાથે 35,891.52 જ્યારે નિફ્ટી 117.60 પોઈન્ટ (1.08%) તૂટીને 10,792.50 પર બંધ થયો હતો.
આ પહેલાં કારોબારી સત્રના ત્રીજા દિવસે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. બીએસઈના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 47.44 પોઈન્ટના ઘટાડા સાથે 36,198.13 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેજ (એનએસઇ)ન 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 41.25 પોઈન્ટના ઘટાડા સાથે 10,868.85 પર ખુલ્યો હતો.
વર્ષના પહેલાં દિવસે મંગળવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 186.24 પોઈન્ટ (0.52%) વધીને 36,254.57 પરંતુ જ્યારે નિફ્ટી 47.55 પોઈન્ટ (0.44%) ના વધારા સાથે 10,910.10 બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે