IND vs WI: ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જુઓ વનડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ

India Tour Of West Indies 2022: ભારતીય ટીમ હવે ત્રણ મેચોની વનડે અને પાંચ મેચોની ટી20 સિરીઝ રમવા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. 
 

IND vs WI: ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જુઓ વનડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડને ટી20 અને વનડે સિરીઝમાં હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. જલદી ટીમ ઈન્ડિયા કેરેબિયનના પ્રવાસે રવાના થશે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે અને પાંચ મેચોની ટી20 સિરીઝ રમશે. 

શિખર ધવન હશે કેપ્ટન
મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. 

ટી20 સિરીઝમાં રોહિત સંભાળશે ટીમની કમાન
ટી20 સિરીઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. તો આ સિરીઝમાં કેએલ રાહુલ પણ વાપસી કરવાનો છે. આ સિવાય ટી20 ટીમમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા પણ હશે. પરંતુ વિરાટ કોહલી વનડેની સાથે-સાથે ટી20 સિરીઝમાં પણ રમતો જોવા મળશે નહીં. 

વનડે સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડે- 22 જુલાઈ
બીજી વનડે- 24 જુલાઈ
ત્રીજી વનડે- 27 જુલાઈ

ટી20 સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી20- 29 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી ટી20- 1 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ત્રીજી ટી20- 2 ઓગસ્ટ (સેન્ટ્ કિટ્સ)
ચોથી ટી20- 6 ઓગસ્ટ, લોડરહિલ, ફ્લોરિડા
પાંચમી ટી20- 7 ઓગસ્ટ, લોડરહિલ, ફ્લોરિડા

વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવનેશ ખાન, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news