1,563 દિવસ બાદ વિશ્વકપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજર

1563 દિવસ બાદ વિશ્વકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમે જ્યારે ફરી આમને-સામને હશે તો કેપ્ટન તરીકે વિરાટ કોહલીની નજર પ્રથમ મેચમાં જીત હાસિલ કરવા પર હશે. કોહલી જો આ મેચ જીતે તો કેપ્ટન તરીકે વિશ્વકપમાં જીત સાથે પોતાનો પ્રારંભ કરશે, આ સાથે કેપ્ટનના રૂપમાં તેની 50મી જીત હશે. 
 

1,563 દિવસ બાદ વિશ્વકપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજર

સાઉથમ્પટનઃ સાઉથમ્પટનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો આજે બુધવારે વિશ્વ કપ માટે મેદાનમાં ઉતરશે તો ભારતીય ટીમમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને તમામની નજર ક્રિકેટના મહાકુંભમાં પ્રથમ વખત આગેવાની કરી રહેલા વિરાટ કોહલી પર હશે કારણ કે ઘણા રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યાં છે. 

1563 દિવસ બાદ વિશ્વકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમે જ્યારે ફરી આમને-સામને હશે તો કેપ્ટન તરીકે વિરાટ કોહલીની નજર પ્રથમ મેચમાં જીત હાસિલ કરવા પર હશે. કોહલી જો આ મેચ જીતે તો કેપ્ટન તરીકે વિશ્વકપમાં જીત સાથે પોતાનો પ્રારંભ કરશે, આ સાથે કેપ્ટનના રૂપમાં તેની 50મી જીત હશે. 

કોહલીથી આગળ છે પ્લેસિસ
કોહલી અત્યાર સુધી 68 મેચમાં સુકાન સંભાળી ચુક્યો છે, જેમાં તેણે ભારતીય ટીમને 49માં જીત અપાવી છે, જ્યારે 17માં હાર મળી છે. એક મેચ ટાઈ રહી અને એકનું પરિણામ આવ્યું નથી. કેપ્ટનતરીકે તેની સફળતાની ટકાવારી 73.88 છે. રસપ્રદ વાત છે કે વિશ્વકપમાં સામેલ 10 ટીમોમાં આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન તરીકે કોહલીથી આગળ છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની હાર-જીતની ટકાવારી 78.12 છે. 

ફાફે અત્યાર સુધી 32 વનડે મેચોમાં આગેવાની કરતા 25માં ટીમને જીત અપાવી છે, જ્યારે સાત મેચમાં હાર મળઈ છે. પરંતુ તેની આગેવાનીમાં આફ્રિકી ટીમની વિશ્વકપમાં શરૂઆત ખરાબ રહી અને તેણે શરૂઆતી બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે છે. 

કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલી ન માત્ર આગેવાનીમાં સફળ રહ્યો પરંતુ બેટથી પણ તેણે રન બનાવ્યા છે. 2015ના વિશ્વકપ બાદ ક્રિકેટમાં વિરાટે 4306 રન બન્યા છે અને આ દરમિયાન તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. છેલ્લા 4 વર્ષોમાં એટલે કે 223 સપ્તાહમાં તેા બેટથી રેકોર્ડ 19 સદી નિકળી છે જે બેમિસાલ છે અને કોઈ બેટ્સમેન આ મામલામાં તેની નજીક નથી. 

હવે વાત કરીએ 2012 બાદથી ભારતીય ટીમના પ્રદર્શન પર જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ટૂર્નામેન્ટમાં તેણે આફ્રિકાને સતત પરાજય આપ્યો છે. છેલ્લા સાત વર્ષોમાં ભારતે આફ્રિકી ટીમને 2012 અને 2014ના ટી20 વિશ્વકપ, 2013 અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015ના વિશ્વકપમાં ધૂળ ચટાવી છે. છેલ્લા વિશ્વકપમાં ભારતે આફ્રિકાને 130 રનથી પરાજય આપ્યો હતો. 

ભારતનો રેકોર્ડ ખરાબ
પરંતુ વિશ્વકપના ઈતિહાસમાં ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલા મુકાબલામાં આફ્રિકી ટીમનો દબદબો રહ્યો છે. 1992થી લઈને બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે જેમાં ભારત માત્ર એક જીત મેળવી શક્યું છે અને ત્રણમાં તેને હાર મળી છે. આ સિવાય આફ્રિકા વિશ્વકપમાં અત્યાર સુધી ચાર વખત સેમીમાં પહોંચ્યું અને તમામમાં તેનો પરાજય થયો છે. 

હવે જોવાનું રહેશે કે 1529 દિવસ બાદ ભારતીય ટીમ જ્યારે પોતાના ત્રીજા ટાઇટલ માટે મેદાનમાં પડકાર રજૂ કરવા જઈ રહી છે તો તેનો પ્રારંભ કેવો રહે છે. આ સાથે થોડા સમયથી ખામોસ વિરાટ કોહલીનું બેટ આ મેચમાં શું જલવો દખાડશે, ટીમના બાકી ખેલાડી કેવું પ્રદર્શન કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news