કન્ફર્મ ડેટ: કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાનનો 19મો હપ્તો આ દિવસે આવશે ખાતામાં, ચેક કરો ડિટેલ
PM Kisan 19th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. આવતા મહિને 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.
PM Kisan 19th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. આવતા મહિને 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે.
PM કિસાન યોજનાનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોમાં નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાનો છે, જેનાથી તેઓ દેશની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે અને તેમની આજીવિકા સુરક્ષિત કરી શકે છે. ફેબ્રુઆરી 2019 માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી, તે સમગ્ર દેશમાં કૃષિ વિકાસને ટેકો આપી રહી છે.
તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર ત્રણ હપ્તાઓ દ્વારા 6,000 રૂપિયાની વાર્ષિક સહાય પૂરી પાડે છે. દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 24મી ફેબ્રુઆરીએ બિહારમાંથી 19મો હપ્તો ખેડૂતાના ખાતામાં નાખશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાંથી 18મો હપ્તો જાહેર કર્યો હતો.
આ યોજના હેઠળ 9.5 કરોડથી વધુ ખેડૂતો નોંધાયેલા છે. દરેક લાભાર્થીને 2,000 રૂપિયા મળશે. કુલ વાર્ષિક સહાય રૂ. 6,000 છે, જે દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે. સરકારે આ હપ્તા માટે રૂ. 20,000 કરોડથી વધુ ફાળવ્યા છે.
લાભાર્થીઓની સ્થિતિ ચેક કરવા માટે PM કિસાનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હોમપેજ પર 'ફાર્મર્સ કોર્નર' વિભાગ પર ક્લિક કરો. 'પોતાનું સ્ટેટસ જાણો' વિકલ્પ પસંદ કરો. તમારો નોંધાયેલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
'ગેટ OTP' પર ક્લિક કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો. તમારી ચુકવણી પેમેંટ સ્ક્રીન પર દેખાશે.
Trending Photos