IND Vs WI: ખતરામાં પડ્યું Virat Kohli નું નંબર 3 સ્થાન! આ ધાકડ ખેલાડી બનાવી લેશે ટીમ ઈન્ડિયામાં સ્થાન?
IND Vs WI: વિરાટ કોહલી છેલ્લા બે વર્ષથી સદી ફટકારી શક્યો નથી. મેદાન પર દરેક વખતે તે ચાહકોને નિરાશ કરે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન લેવા માટે એક ધાકડ બેટ્સમેન છે, જી હાં અમે વાત કરી રહ્યા છીએ વાઈસ કેપ્ટન કેએલ રાહુલની. રાહુલ ખૂબ જ ક્લાસિક બેટ્સમેન છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં ફરી એકવાર ફેલ થયો છે.
વિરાટ પર લટકતી તલવાર
જ્યારથી વિરાટ કોહલી પાસેથી કેપ્ટન્સી છીનવાઈ છે. તેના બેટમાંથી રન નીકળવાનું બંધ થઈ ગયું છે. તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક સમયે ટીમ ઈન્ડિયાનો રન મશીન કહેવાતો વિરાટ કોહલી ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેનું ખરાબ ફોર્મ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાંથી પણ તેનો પીછો છોડી રહ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં તે 8 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે, બીજી વનડે મેચમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. ત્રીજી ODI મેચમાં ભારતીય ચાહકોને તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને બોલર અલ્ઝારી જોસેફના બોલ પર શાહી હોપના હાથે કેચ આઉટ થયો હતો.
આ ખેલાડી લઈ શકે છે સ્થાન
વિરાટ કોહલી છેલ્લા બે વર્ષથી સદી ફટકારી શક્યો નથી. મેદાન પર દરેક વખતે તે ચાહકોને નિરાશ કરે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન લેવા માટે એક ધાકડ બેટ્સમેન છે, જી હાં અમે વાત કરી રહ્યા છીએ વાઈસ કેપ્ટન કેએલ રાહુલની. રાહુલ ખૂબ જ ક્લાસિક બેટ્સમેન છે. તેના ભાથામાં દરેક તીર છે, જે વિપક્ષી ટીમને ધરાશાહી કરી શકે છે. રાહુલ ખૂબ જ શાંતિથી બેટિંગ કરે છે. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. ભારતીય ટીમમાં કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડરમાં સ્થાન હજુ સુધી કન્ફર્મ થયું નથી. ક્યારેક તે ઓપનિંગમાં ઉતરે છે તો ક્યારેક મિડલ ઓર્ડરમાં. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ તેને વિરાટ કોહલીની જગ્યાએ ત્રીજા સ્થાન પર બેસાડી શકે છે.
IPLમાં દેખાડ્યો દમ
કેએલ રાહુલ (KL Rahul) એ ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ભારતીય ટીમ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. તેણે IPLમાં ઘણા રન બનાવ્યા છે. તેના બેટની ગુંજ આખી દુનિયાએ સંભળાઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે પંજાબ કિંગ્સ માટે દર વખતે 500 થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગના દરેક લોકો દિવાના છે. અત્યારે તેને લખનઉની ટીમે 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે. આવી સ્થિતિમાં તે વિરાટ કોહલીની જગ્યા લેવાનો સૌથી મોટો દાવેદાર છે.
ક્લીન સ્વીપ પર છે ભારતીય ટીમની નજર
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે મેચ વિસ્ફોટક રીતે જીતી છે. ભારતીય બોલિંગ અને બેટિંગમાં શાનદાર રમત જોવા મળી હતી. બંને મેચમાં વિન્ડીઝની ટીમ ક્યાંય ટકી શકી ન હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય સ્પિનરોનો તોડ શોધી શક્યા ન હતા. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચ માટે કોઈ કસર છોડવા માંગતા નથી. રોહિત શર્મા સૌથી ઝડપી 10 મેચ જીતનાર કેપ્ટન બની ગયા છે. ભારતે પ્રથમ મેચ 6 વિકેટે અને બીજી મેચ 44 રનથી જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે