IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝ માટે ટીમ જાહેર, હાર્દિક કેપ્ટન, જાણો કોને મળી તક

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અનેક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 
 

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝ માટે ટીમ જાહેર, હાર્દિક કેપ્ટન, જાણો કોને મળી તક

નવી દિલ્હીઃ સીનિયર પુરૂષ પસંદગી સમિતિએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝ માટે યશસ્વી જાયસવાલ અને તિલક વર્માને જગ્યા આપવામાં આવી છે. 

ભારતીય ટી20 ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર. 

— BCCI (@BCCI) July 5, 2023

અજીત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ પસંદ કરી ટીમ
તો આ પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકરની આગેવાનીમાં પસંદ કરવામાં આવેલી પ્રથમ ટીમ છે. હકીકતમાં બુધવારે અજીત અગરકરને બીસીસીઆઈ પસંદગી સમિતિના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમ પસંદ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ સિવાય ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમશે. ટેસ્ટ અને વનડે માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. 

ટી20 સિરીઝનો કાર્યક્રમ

3 ઓગસ્ટ, પ્રથમ T20, ત્રિનિદાદ

6 ઓગસ્ટ, બીજી T20, ગયાના

8 ઓગસ્ટ, ત્રીજી T20, ગયાના

12 ઓગસ્ટ, ચોથી T20, ફ્લોરિડા

13 ઓગસ્ટ, પાંચમી T20, ફ્લોરિડા

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news