ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; આ જિલ્લાઓમાં 5 મેગા ITI બનશે, જાણો શું થશે ફાયદા

હવે સરકારની જાહેરાત મુજબ અમદાવાદ, વડોદરા રાજકોટ સહિત પાંચ સ્થળોએ મેગા આઈટીઆઈનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં વધુ પાંચ મેગા ITI બનવા જઈ રહી છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદને લાભ મળશે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; આ જિલ્લાઓમાં 5 મેગા ITI બનશે, જાણો શું થશે ફાયદા

ઝી બ્યુરો/ગાંધીનગર: સ્કિલ ડેવલોપમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે સરકારની જાહેરાત મુજબ અમદાવાદ, વડોદરા રાજકોટ સહિત પાંચ સ્થળોએ મેગા આઈટીઆઈનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં વધુ પાંચ મેગા ITI બનવા જઈ રહી છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદને લાભ મળશે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી અનેકવિધ રોજગાર લક્ષી આયામો શરૂ કર્યા છે, જેને વધુ પ્રાધાન્ય આપવાની નેમ સાથે સ્કીલ ડેવલોપમેન્ટ આધારે અમદાવાદની કુબેરનગર સહિત વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે એમ ઝોન મુજબ પાંચ મેગા આઈટીઆઈ નિર્માણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે પ્રયાસ કરાયો છે. યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય તે માટે નિર્ણય લેવાયો છે. આ જાહેરાત કરતા મંત્રી બળવંત સિંહ રાજપૂતે કહ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોની જરૂરિયાત અને તેમની માંગને ધ્યાને રાખીને રાજ્યની આઈટીઆઈમાં યુવાઓને સમયની માંગ મુજબ કૌશલ્ય વર્ધન તેમજ પ્રશિક્ષિત કરાશે જેથી રાજ્યના યુવાનોને વિવિધ ઉદ્યોગ એકમોમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોની  જરૂરિયાત અને તેમની માંગને ધ્યાને રાખીને રાજ્યની આઈટીઆઈમાં યુવાઓને સમયની માંગ મુજબ કૌશલ્ય વર્ધન તેમજ પ્રશિક્ષિત કરાશે જેથી રાજ્યના યુવાનોને વિવિધ ઉદ્યોગ એકમોમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news