Tips and Tricks: શું તમારા પ્રેશર કૂકરની સીટી ખરાબ થઇ ગઇ છે? ડોન્ટ વરી આ રહ્યો ઉપાય

Pressure Cooker Hacks: પ્રેશર કુકરના કારણે ગેસ અને સમયની બચત થાય છે. પરંતુ ઘણી વખત જૂનું થઈ જાય તો તે સારી રીતે કામ કરતું નથી. પ્રેશર કુકરમાં સૌથી સામાન્ય સમસ્યા થઈ જાય છે સીટી લીક થવાની. જ્યારે સીટી લીક થવા લાગે છે તો પ્રેશર કુકરમાં ભોજન બરાબર રીતે બનતું પણ નથી અને કુકર તેમજ ગેસ સહિત રસોડું પણ ખરાબ થઈ જાય છે. 

Tips and Tricks: શું તમારા પ્રેશર કૂકરની સીટી ખરાબ થઇ ગઇ છે? ડોન્ટ વરી આ રહ્યો ઉપાય

Pressure Cooker Hacks: પ્રેશર કુકરનો ઉપયોગ રસોડામાં રોજ થાય છે. કેટલીક વાનગીઓ એવી હોય છે જે પ્રેશર કુકર વિના બનાવી મુશ્કેલ થઈ જાય છે. જેમ કે દાળ ખીચડી જેવી વસ્તુઓ પ્રેશર કુકરમાં ઝડપથી અને સરળતાથી બની જાય છે. પ્રેશર કુકરના કારણે ગેસ અને સમયની બચત થાય છે. પરંતુ ઘણી વખત જૂનું થઈ જાય તો તે સારી રીતે કામ કરતું નથી. પ્રેશર કુકરમાં સૌથી સામાન્ય સમસ્યા થઈ જાય છે સીટી લીક થવાની. જ્યારે સીટી લીક થવા લાગે છે તો પ્રેશર કુકરમાં ભોજન બરાબર રીતે બનતું પણ નથી અને રસોડું અને કુકર બહારથી પણ ખરાબ થઈ જાય છે. પ્રેશર કુકરને લીક થતુ અટકાવવું હોય તો કેટલીક સરળ ટિપ્સ અજમાવીને તમે ઘરે જ તેને રીપેર કરી શકો છો.

સ્ટીમ લીક થાય ત્યારે
ઘણી વખત એવું થાય છે કે જ્યારે તમે કુકરમાં ભોજન બનાવો છો તો કુકરના ઢાંકણા ની આસપાસ થી વરાળ લીક થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે કુકરનું ઢાંકણું વાંકુ થઈ ગયું હોય. કુકરમાં આવી તકલીફ હોય તો બજારમાં જઈને મેકેનિક પાસે તેને બરાબર કરાવી લેવું. 

કુકરમાં પ્રેશર ન બને ત્યારે
જો કુકરમાં પ્રેશર બરાબર રીતે બનતું નથી તો ભોજન પકાવવામાં સમસ્યા થાય છે. તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. સૌથી પહેલા કુકરની રિંગ કાઢીને બરાબર રીતે ચેક કરો કે તેમાં કોઈ ખરાબી નથી. જો તમે રીંગ ઘણા સમયથી બદલી નથી તો તેને બદલી દેવાથી આ સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય દર બે મહિને કુકરની રીંગ બદલી દેવી જોઈએ.

ભોજન બળી જાય ત્યારે
જો પ્રેશર કુકરમાં તમે કોઈ વસ્તુ બનાવતા હોય અને તે તેના ઘડિયામાં ચોંટી જતી હોય તો શક્ય છે કે કુકરમાં પ્રેશર વધારે બની રહ્યું છે. આવી સ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે કોકવાર કુકર ફાટી પણ જાય છે. આવી સ્થિતિમાં પણ બજારમાં જઈને મિકેનિક પાસે કુકર રીપેર કરાવી લેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news