IND વિ. WE, બીજી ટેસ્ટ, દિવસ-1: વેસ્ટ ઈન્ડિઝે પસંદ કરી ફિલ્ડિંગ, વજનદાર ખેલાડી રખીમનો ડેબ્યુ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની આ બીજી અને અંતિમ ટેસ્ટ છે, પ્રથમ ટેસ્ટમાં ભારત વિજેતા બન્યું હતું 
 

IND વિ. WE, બીજી ટેસ્ટ, દિવસ-1: વેસ્ટ ઈન્ડિઝે પસંદ કરી ફિલ્ડિંગ, વજનદાર ખેલાડી રખીમનો ડેબ્યુ

કિંગ્સ્ટનઃ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે અહીં સબીના પાર્ક મેદાનમાં ભારત સામે શુક્રવારે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારતની આ બીજી ટેસ્ટ છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝે આ મેચમાં પોતાના વજનદાર ખેલાટી રખીમ કાર્નોવોલને પદાર્પણની તક આપી છે. સાથે જ જહાર હેમિલ્ટનને પણ ટીમમાં સામેલ કર્યો છે. શાઈ હોપ અને મિગ્યુએલ કમિન્સને બેન્ચ પર બેસવું પડ્યું છે. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

140 કિલોનો છે રખીમ 
26 વર્ષનો રખીમ કાર્નવોલ પોતાના વજનદાર શરીર અને ઊંચાઈના કારણે સૌથી વધુ ચર્ચામાં છે. તેની ઊંચાઈ 6 ફૂટ 6 ઈંચ છે અને વજન 140 કિગ્રામ છે. 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 24.43 રનની સરેરાશથી 2224 રન બનાવનારા રખીમની કારકિર્દીમાં તેનું વજનદાર શરીર અડચરૂપ બનેલું છે. રખીમે ઘરેલુ ક્રિકેટમાં અત્યાર સુથી 260 વિકેટ લીધી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝનું ક્રિકેટ બોર્ડ રખીમને ફીટ રાખવા માટેના દરેક પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે. 

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 71 વર્ષમાં 97 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં વિન્ડીઝે 30 અને ભારતે 21 મેચ જીતી છે, બાકીની 46 મેચ ડ્રો રહી છે. ઓવરઓલ રેકોર્ડમાં કેરેબિયન ટીમનું પલડું ભારે છે. બીજી તરફ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લા 17 વર્ષથી એક પણ ટેસ્ટ મેચ હારી નથી. 

પ્લેઈંગ ઈલેવન : 
ભારતઃ કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેસ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત(વિકી), રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 

વેસ્ટ ઈન્ડિઝઃ ક્રેગ બ્રેથવેઈટ, જોન કેમ્પબેલ, શમર બ્રૂક્સ, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેસ, શિમ્રોન હેટિમર, જેસન હોલ્ડર(કેપ્ટન), જહર હેમિલ્ટન(વિકી), રખીમ કાર્નોવોલ, કેમર રોચ, શેનન ગેબ્રિયલ. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news