GDP ગ્રોથ રેટમાં ધરખમ ઘટાડો: 7 વર્ષનાં તળીયે પહોંચ્યો 'વિકાસ' દર

આર્થિક મોર્ચે એક સારા સમાચાર નથી આવી રહ્યા. દેશનો વિકાસદર સતત ઘટી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20નાં પહેલા ત્રિમાસિકમાં વિકાસદર ઘટીને સાત વર્ષનાં નિચલા સ્તર પર પહોંચી ચુકી છે. પહેલા ત્રિમાસિક દરમિયાન વિકાસ દર 5 ટકા પર પહોંચી ગઇ. જ્યારે સરેરાશ વિકાસ દર 5.7 ટકા હતા. બરોબર એક ત્રિમાસીક પહેલા એટલે કે 2018-19ના અંતિમ ત્રિમાસીક (જાન્યુઆરી-માર્ચ)માં આર્થિક વિકાસ દર 5.8 ટકા હતો. 
GDP ગ્રોથ રેટમાં ધરખમ ઘટાડો: 7 વર્ષનાં તળીયે પહોંચ્યો 'વિકાસ' દર

નવી દિલ્હી : આર્થિક મોર્ચે એક સારા સમાચાર નથી આવી રહ્યા. દેશનો વિકાસદર સતત ઘટી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20નાં પહેલા ત્રિમાસિકમાં વિકાસદર ઘટીને સાત વર્ષનાં નિચલા સ્તર પર પહોંચી ચુકી છે. પહેલા ત્રિમાસિક દરમિયાન વિકાસ દર 5 ટકા પર પહોંચી ગઇ. જ્યારે સરેરાશ વિકાસ દર 5.7 ટકા હતા. બરોબર એક ત્રિમાસીક પહેલા એટલે કે 2018-19ના અંતિમ ત્રિમાસીક (જાન્યુઆરી-માર્ચ)માં આર્થિક વિકાસ દર 5.8 ટકા હતો. 
મોદી રાજમાં સૌથી મોટો ઘટાડો..

ED એ FEMA કાયદાના ઉલ્લંઘન મુદ્દે જહુર વટાલીને 62 લાખનો દંડ ફટકાર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં કોઇ એક ત્રિમાસિકમાં સૌથી સુસ્ત રફતાર છે. આશરે 7 વર્ષ પહેલા યુપીએ સરકારમાં કોઇ એક ત્રિમાસિકમાં જીડીપીના આંકડા આ સ્તરે પહોંચી ચુક્યા છે. નાણાકીય વર્ષ 2012-13નાં પહેલા ત્રિમાસીકમાં જીડીપીના આંકડા 4.9 ટકાના નિચલા સ્તર પર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, RBI એ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતની જીડીપીનું અનુમાન ઘટાડીને 6.9 ટકા કર્યો છે. પહેલા ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. 

મુંબઇ એપાર્ટમેન્ટથી કુદીને અભિનેત્રીની આત્મહત્યા, કામ નહી મળતા હતી નિરાશ
કયા સેક્ટરની શું સ્થિતી
જો સેક્ટર અનુસાર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગત્ત વર્ષ (2018-19)નાં 12.1 ટકાની તુલનાએ માત્ર 0.6 ટકાના દરથી આગળ વધી શક્યું છે. જ્યારે એગ્રીકલ્ચર અને ફિશિંગ સેક્ટર ગત્ત વર્ષનાં પહેલા ત્રિમાસિકનાં 5.1 ટકાની તુલનાએ 2 ટકાનાં દરથી આગળ વધી રહ્યું છે. જો કન્સ્ટ્રક્શન સેક્ટરની વાત કરીએ તો અહીં 5.7 ટકાની ઝડપ રહી, જે ગત્ત વર્ષના પહેલા ત્રિમાસિકમાં 9.6 ની તુલનાએ 3 ટકાથી વધારેનો ઘટાડો આવ્યો. આર્થિક, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસ ગત્ત નાણાકીય વર્ષની તુલનાએ પહેલા ત્રિમાસિકમાં 6.5 ટકાની તુલનાએ 5.9 ટકાનાં દરથી આગળ વધ્યું. ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાઇ સહિત અન્ય સેક્ટરમાં સામાન્ય તેજી જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news