IND vs SA: રાહુલ-પંતની શાનદાર ફિફ્ટી, ભારતે આફ્રીકાને આપ્યો 288 રનનો ટાર્ગેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ પાર્લ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 31 રનથી હારી ગઈ હતી.

IND vs SA: રાહુલ-પંતની શાનદાર ફિફ્ટી, ભારતે આફ્રીકાને આપ્યો 288 રનનો ટાર્ગેટ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ પાર્લ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 31 રનથી હારી ગઈ હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલ અને ઋષભ પંતે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે.

પંતે ફિફ્ટી ફટકારી
ભારતે દક્ષિણ આફ્રિકા સામે 287 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 71 બોલમાં 85 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ફરી એકવાર આશાઓ બોજ સહન કરી શક્યો નહીં અને કોઇપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. શિખર ધવન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા અને માત્ર 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 11 રન, વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા છે. અંતમાં શાર્દુલ ઠાકુરે 38 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના કારણે ભારત આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચી શક્યું હતું. રવિચંદ્રન અશ્વિન 25 રન બનાવી અણનમ રહ્યો હતો.

A fine half-century for @RishabhPant17 off 43 deliveries. This is his 4th in ODIs.

— BCCI (@BCCI) January 21, 2022

તબરેઝ શમ્સીએ કર્યું અદ્ભુત પ્રદર્શન
દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતને શરૂઆતમાં જ આંચકો આપ્યો હતો. આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ સૌથી વધુ બે વિકેટ લીધી છે. એસ મંગલા, એડમ માર્કરામ, ફેહલુકવાયો અને કેશવ મહારાજે 1-1 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે વિરાટ કોહલીની કિંમતી વિકેટ પોતાના ખાતામાં નાખી હતી. 

સીરીઝમાં ટકી રહેવા માટે મેચ જીતવી જરૂરી
ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડે મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જો ભારતીય ટીમ બીજી મેચ હારી જશે તો તે સિરીઝ હારી જશે. એટલા માટે ભારત માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે. ભારતીય બોલરોએ પોતાનું ટેલેન્ટ બતાવવું પડશે. કેપ્ટન કેએલ રાહુલે પણ વેંકટેશ અય્યર પાસે બોલિંગ કરાવવી જોઈએ.

Keshav Maharaj gets the second wicket for South Africa and India are 64/2.#SAvIND | https://t.co/NGcWQIWb4o pic.twitter.com/nY0LFdjtaG

— ICC (@ICC) January 21, 2022

બંને દેશોની ટીમો:
ભારત -
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા - ક્વિન્ટન ડી કોક, જે. મલાન, એડન મર્કરમ, આર. વી. દુસેન, તેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ મિલર, એ. ફેલક્યુકવાઓ, માર્કો જેનસન, કેશવ મહારાજ, ટી. શમ્સી, લુંગી નગિદી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news