World Cup 2023: 11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં રોકાયા, શનિવારે મહામુકાબલો

પાકિસ્તાનની ટીમ બુઘવારે અમદાવાદ આવી પહોંચી છે. આશ્રમ રોટ પર આવેલી એક હોટલમાં રોકાશે. 11 વર્ષ પછી પાકિસ્તાનની ટીમ ગુજરાતમાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. 

World Cup 2023: 11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં રોકાયા, શનિવારે મહામુકાબલો

Pakistan Cricket Team: ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. જો કે આ મેચ માટે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાત પોલીસે સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્તનું આયોજન કરી દીધું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ટીમ બુઘવારે અમદાવાદ આવી પહોંચી છે. આશ્રમ રોટ પર આવેલી એક હોટલમાં રોકાશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
અગાઉ વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. હવે આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 11, 2023

11 વર્ષ પછી પાકિસ્તાનની ટીમ આવી ગુજરાતમાં!
7 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી છે. તેવી રીતે પાકિસ્તાનની ટીમ 11 વર્ષ પછી ગુજરાતમાં રમવા આવી છે. પાકિસ્તાનને છેલ્લે 28 ડિસેમ્બર 2012ના રોજ ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં મેચ રમી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમની નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. હવે પાકિસ્તાને વર્લ્ડ કપની પ્રથમ બે મેચ હૈદરાબાદમાં રમી હતી. પાકિસ્તાનની ટીમ બુધવારે બપોરે અમદાવાદ જવા રવાના થઈ હતી. ભારત-પાકિસ્તાન મેચમાં સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાયેલું રહેશે. વર્તમાન વર્લ્ડ કપની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યાં દર્શકોની હાજરી નહિવત હતી. આ અંગે સોશિયલ મીડિયા પર ભારતીય બોર્ડની ઘણી ટીકા થઈ હતી.

ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે આજે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાની ટીમે શ્રીલંકાને હરાવ્યું. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ચોથા નંબર પર છે.

આત્મવિશ્વાસથી ભરેલી બાબર આઝમની ટીમ
સતત 2 મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ યજમાન ભારત (IND vs PAK) સામેની મોટી મેચ માટે હૈદરાબાદથી અમદાવાદ પહોંચી છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો શનિવારે (14 ઓક્ટોબર) વન-ડે વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને તેની બીજી મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું જ્યારે પ્રથમ મેચમાં તેણે નેધરલેન્ડને 81 રનથી હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન 7 વખત વર્લ્ડ કપમાં આવી ચૂક્યા છે આમનેસામને!
ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે. પાકિસ્તાનની ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવી શકી નથી. T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ઘણા વર્ષો સુધી અજેય રહી, પરંતુ 2021માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો અજેય સિલસિલો તૂટી ગયો. જો કે, ભારતે 2022ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પાસેથી તે હારનો બદલો લીધો હતો.

રિઝવાન અને શફીકે શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી સદી 
શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાને વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પાક ટીમે 345 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા ચેઝ કરતી વખતે આ સૌથી વધુ ટોટલ છે. આ મેચમાં બંને ટીમ તરફથી કુલ 4 સદી ફટકારવામાં આવી હતી. પાકિસ્તાન માટે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદી ફટકારી હતી જ્યારે શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ અને સદિરા સમરવિક્રમાએ સદીની ઇનિંગ્સ રમી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે વર્લ્ડ કપની મેચમાં 4 સદી ફટકારવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news