IND vs AFG: જસપ્રીત બુમરાહની 4 વિકેટે, અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે આપ્યો 273 રનનો ટાર્ગેટ

World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં સતત બીજી જીત મેળવવા ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન ફટકાર્યા છે. 

IND vs AFG: જસપ્રીત બુમરાહની 4 વિકેટે, અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે આપ્યો 273 રનનો ટાર્ગેટ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં મુકાબલો ચાલી રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન ફટકાર્યા છે અને ભારતને જીત માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદી અને ઓમરઝઈએ અડધી સદી ફટકારી હતી. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 

અફઘાનિસ્તાનની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમને 32 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઈબ્રાહિમ ઝાદરાન 22 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રહમાનુલ્લાહ ગુરબાઝ 28 બોલમાં 21 રન બનાવી હાર્દિકની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાને 63 રનનો સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રહમત શાહ 16 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. 

શાહિદી અને ઓમરઝઈની અડધી સદી
પાકિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને ઓમરઝઈ વચ્ચે ચોથી વિકેટ માટે 121 રનની ભાગીદારી થઈ હતી. બંને બેટરોએ શાનદાર અડધી સદી ફટકારી હતી. શાહિદી 88 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 80 રન બનાવી આઉટ થયો હતો. તો ઓમરઝઈએ 69 બોલમાં ચાર સિક્સ અને 2 ચોગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા. શાહિદી કુલદીપ યાદવનો તો ઓમરઝઈ હાર્દિક પંડ્યાનો શિકાર બન્યા હતા. 

મોહમ્મદ નબી 19 રન બનાવી આઉટ થયો હતો. નજીબુલ્લાહ ઝાદરાને 2 અને રાશિદ ખાને 16 રનનું યોગદાન આપ્યું હતું. મુઝીર ઉર રહમાન 10 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 39 રન આપી 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 43 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news