ઈજાને કારણે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે નવા બોલરની કરી પસંદગી
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ દરમિયાન કાઇલ જેમીસનને પર્દાપણની તક મળી શકે છે જ્યારે સ્કોટ કગીલેન અને હામિશ બેનેટે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી છે.
Trending Photos
વેલિંગ્ટનઃ મુખ્ય ફાસ્ટ બોલરોની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડે ભારત (ind vs nz) વિરુદ્ધ હેમિલ્ટનમાં પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની એકદિવસીય સિરીઝ માટે નવા બોલરોની પસંદગી કરવા માટે મજબૂર થવું પડ્યું છે. સિરીઝ દરમિયાન કાઇલ જેમીસનને પર્દાપણની તક મળી શકે છે જ્યાકે સ્કોટ કગીલેન અને હામિશ બેનેટે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી છે. ઈજાને કારણે ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફગ્યૂસન અને મેટ હેનરી જેવા બોલર સિરીઝમાં ઉપલબ્ધ નથી.
ટીમને અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉદી પાસે ઘણી આશા હશે જ્યારે કોલિન ડી ગ્રાન્ડહોમને અંતિમ બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે બહાર કર્યા બાદ વનડે ટીમમાં તક આપવામાં મળી છે. જિમી નીશામ અને મિશેલ સેન્ટનર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. આ વચ્ચે ઈશ સોઢીને માત્ર પ્રથમ વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત એ અને ન્યૂઝીલેન્ડ એ વચ્ચે 7 ફેબ્રુઆરીથી ક્રાઇસ્ટચર્ચમાં રમાનારી બીજી અનૌપચારિક ટેસ્ટ માટે તેને રિલીઝ કરવામાં આવશે. કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે, તેની ટીમ આગામી સિરીઝમાં મળનારા પડકારથી વાકેફ છે અને તેના બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કરવું પડશે.
સ્ટીડે કહ્યું, 'અમે ટી20 સિરીઝમાં જોયું કે ભારતીય ટીમ હંમેશાની જેમ મજબૂત છે. અમારુ બોલિંગ આક્રમણ નવું છે, બેટિંગ ક્રમમાં સ્થિરતા છે અને આશા છે કે વિશ્વકપ ફાઇનલમાં રમનાર ટોપ 8 બેટ્સમેન રમશે.
AUS OPEN: સોફિયા કેનિન અને મુગૂરુઝા વચ્ચે રમાશે મહિલા સિંગલ્સની ફાઇનલ
વિશ્વકપ 2019 ફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટાઇટલ ગુમાવ્યા બાદ આ ન્યૂઝીલેન્ડની પ્રથમ એકદિવસીય આંતરરાષ્ટ્રીય સિરીઝ છે. ન્યૂઝીલેન્ડ ભારત વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝમાં 0-3થી પાછળ છે.
વનડે ટીમ આ પ્રકારે છેઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), હાશિમ બેનેટ, ટોમ બ્લંડેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, માર્ટિન ગુપ્ટિલ, કાઇલ જેમીસન, સ્કોટ કગીલેન, ટોમ લાથમ, જિમી નીશામ હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી (પ્રથમ વનડે માટે), ટિમ સાઉદી અને રોસ ટેલર.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે