Budget 2020: રેલવે પેંશનર્સ માટે મોટા સમાચાર, નાણા મંત્રી આપી શકે છે આ ભેટ
રેલવેમાં નવો પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી શકે છે. આગામી બજેટમાં રેલ મંત્રાલયને એક નવું ફંડ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલ મંત્રાલયને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર બજેટ સત્ર દરમિયાન પેન્શન ફંડ આપવાની જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: રેલવેમાં નવો પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી શકે છે. આગામી બજેટમાં રેલ મંત્રાલયને એક નવું ફંડ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલ મંત્રાલયને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર બજેટ સત્ર દરમિયાન પેન્શન ફંડ આપવાની જાહેરાત કરી શકે છે.
પેન્શન ફંડની કેમ જરૂરી છે
રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવનું કહેવું છે કે વાર્ષિક રેલવેની કમાણીનો લગભગ 25 ટકા પૈસા ફક્ત નિવૃત કર્મચારીઓને પેન્શન આપવામાં જતી રહે છે. આ મુજબ રેલવે ફક્ત પેન્શન વહેચવામાં કમાણીના 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરી દે છે. આ બાબતે રેલવેએ કેન્દ્રીય નાણા મંત્રાલય પાસે એક નવા પેન્શન ફંડ શરૂ કરવાની માંગ કરી છે. રેલવે ચેરમેને આશા વ્યક્ત કરી છે કે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર આ નવા ફંડની જાહેરાત કરી શકે છે.
15.5 લાખ નિવૃત કર્મચારી છે રેલવે વિભાગ પાસે
પ્રાપ્ત જાણકારી અનુસાર રેલવે મંત્રાલય પાસે લગભગ 15.5 લાખ નિવૃત કર્મચારી છે. દર મહિને રેલવે આ કર્મચારીઓને પેન્શન આપવા માટે પૈસા ખર્ચ કરે છે. આ ઉપરાંત રેલવેમાં કામ કરનાર હાલના 12.5 કર્મચારીઓનો માસિક પગાર અલગથી વહન કરવો પડે છે. આ મુજબથી રેલવેનો કુલ ખર્ચ તેની કમાણીની આસપાસ જ રહે છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર, રેલ મંત્રાલયમાં નવો પ્રાણ ફૂંકવા માટે ઘણા પગલાં ભરી રહી છે. તાજેતરમાં જ મુસાફરો વચ્ચે વિશ્વાસ ભરવા માટે રેલ મંત્રાલયે વાઇફાઇથી માંડીને મોબાઇલ એપ વડે જાણકારી સુધીની સુવિધા શરૂ કરી છે. આ ઉપરાંત પૈસાની તંગીથી બચવા માટે રેલવે મંત્રાલયે કેટલાક રેલવે સ્ટેશનો ખાનગી કંપનીને આપવાની તૈયારી કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે