IND vs NZ: લખનઉમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20, જાણો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

IND vs NZ 2nd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝનો બીજો મુકાબલો 29 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે લખનઉમાં રમાશે. 

IND vs NZ: લખનઉમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20, જાણો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

લખનઉઃ India vs New Zealand Match preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝનો બીજી ટી20 મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો હશે. હકીકતમાં આ સિરીઝના પહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના હાથે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ભારતીય ટીમે સિરીઝ બચાવવા માટે કોઈપણ ભોગે લખનઉમાં રમાનાર ટી20 મેચ જીતવી પડશે. 

કેવી છે લખનઉની પિચ?
લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીં દર વખતે પહેલી બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. આ જીત મોટા ભાગે એક તરફી રહી છે. તેવામાં સ્પષ્ટ છે કે આ વિકેટ પર પહેલા બેટિંગ કરનારી ટીમને વધુ મદદ મળે છે. પરંતુ રાત્રે બીજી ઈનિંગમાં ઝાકળને કારણે બોલરોને મુશ્કેલી થઈ શકે છે. તેવામાં કેપ્ટન માટે ટોસ જીતીને નિર્ણય કરવો મુશ્કેલ રહેશે. 

કેવો છે લખનઉના હવામાનનો મિજાજ?
લખનઉમાં મેચ દરમિયાન તાપમાન 13થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. અહીં મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે દર્શકોને સંપૂર્ણ મેચ જોવા મળશે. 

લખનઉમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
લખનઉમાં ભારતીય ટીમે બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને બંનેમાં તેને જીત મળી છે. બંને વખતે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને 190+નો સ્કોર બનાવ્યો હતો. ભારતે અહીં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો.

ટી20 સિરીઝમાં 1-0થી આગળ છે ન્યૂઝીલેન્ડ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. અહીં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ડેવોન કોનવે (52) અને ડેરિલ મિચેલ (59) ની અડધી સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધી 155 રન બનાવી શકી હતી. આ રીતે મહેમાન ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news