દાદા બાદ હવે માઇક હસીએ પણ કહ્યું, કુલદીપની જગ્યાએ અશ્વિનને તક આપવી જોઈએ
હસીએ કહ્યું, ડાબોડી બેટ્સમેનો વિરુદ્ધ અનુભવી રવિચંદ્રન અશ્વિન મોટી ભૂમિકા ભજવી શકે છે.
Trending Photos
ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇક હસીએ કહ્યું કે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીમાં કુલદીપ યાદવની જગ્યાએ અનુભવી આર.અશ્વિનને ટીમમાં જગ્યા આપવી જોઈએ.
મિસ્ટર ક્રિકેટના નામથી પ્રખ્યાત આ પૂર્વ ખેલાડીએ કહ્યું, મને નથી ખબર પસંદગીકારો શું વિચારી રહ્યાં છે. વ્યક્તિગત રૂપથી મને લાગે છે કે, કુલદીપની જગ્યાએ અશ્વિનને મહત્વ આપવું જોઈએ. તેના નામે 300થી વધુ વિકેટ છે. અશ્વિન શરૂઆતી ઇલેવનમાં જગ્યા મેળવવા માટે હકદાર છે.
હસીનું મંતવ્ય ઘણા નિષ્ણાંતોના હાલના દ્રષ્ટિકોણથી વિપરીત છે, જેઓએ પાંચ મેચોની શ્રેણીમાં ટેસ્ટ ટીમમાં 23 વર્ષીય ચાઇનામેન બોલરની પસંદગીનું સમર્થન કર્યું છે.
તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)માં સ્ટાર સ્પોર્ટ્સ કોમેન્ટેટરના રૂપમાં ચેન્નઈ આવેલા હસીએ કહ્યું, ડાબોડી બેટ્સમેનો વિરુદ્ધ અશ્વિન મોટી ભૂમિકા નિભાવી શકે છે. કુલદીપે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ મને લાગે છે કે ભારતે અશ્વિનની સાથે ઉતરવું જોઈએ. કુલદીપ યુવા છે અને તેણે હજુ ઘણું શિખવાનું બાકી છે.
હસીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતી શકે છે તો તેમણે કહ્યું, ભારતની ટીમ સારી છે અને સારૂ ક્રિકેટ રમી રહી છે. ટીમના ઘણા ખેલાડીઓ કેટલાક સમયથી ઈંગ્લેન્ડમાં છે. ડ્યૂક બોલ અને ત્યાંની પિચો સાથે તાલમેલ બેઠાવવામાં થોડો સમય લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે