ઈંગ્લેન્ડમાં હિટ થશે તો ICCનો નંબર-1 બેટ્સમેન બની જશે કોહલી

અત્યારે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1ના સ્થાને ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. 
 

ઈંગ્લેન્ડમાં હિટ થશે તો ICCનો નંબર-1 બેટ્સમેન બની જશે કોહલી

દુબઈઃ એક ઓગસ્ટથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં વિરાટ કોહલી પાસે આઈસીસી રેન્કિંગમાં નંબર 1 બનવાની તક છે. 

જો ભારતીય કેપ્ટન ઈંગ્લેન્ડની ધરતી પર પર વરસાવશે, તો તે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પછાડીને  નંબર 1 પર પહોંચી શકે છે. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ 12 મહિનાના પ્રતિબંધનો સામનો કરી રહેલા સ્મિથ કરતા કોહલી 26 અંક પાછળ છે. તેણે સ્મિથને પછાડવા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવું પડશે. 

બેટ્સમેનોમાં ઈંગ્લેન્ડ અને ભારત બંન્નેના 5-5 બેટ્સમેનો ટોપ-50માં છે. ભારતનો ચેતેશ્વર પૂજારા છઠ્ઠા, લોકેશ રાહુલ 18માં, અંજ્કિય રહાણે 19માં, મુરલી વિજય 23માં અને શિખર ધવન 24માં સ્થાન પર છે. ઈંગ્લેન્ડનો જો રૂટ ત્રીજા, એલેસ્ટેયર કુક 13માં, જોની બેયરસ્ટો 16માં, બેન સ્ટોક્સ 28માં અને મોઇન અલી 43માં સ્થાન પર છે. 

બોલરોમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન નંબર-1ની રેન્કિંગ બરકરાર રાખવાનો પ્રયત્ન કરશે. સ્ટુઅર્ડ બ્રોડ 12માં સ્થાન પર છે. બીજીતરફ ભારતના 6 બોલરો ટોપ-30માં છે. રવિન્દ્ર જાડેજા 3જા સ્થાને, અશ્વિન 5માં, મોહમ્મદ શમી 17માં, ભુવનેશ્વર કુમાર 25માં, ઇશાંત શર્મા 26માં અને ઉમેશ યાદવ 28માં સ્થાને છે. ભારતનો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ 56માં સ્થાન પર છે. 

આઈસીસી ટેસ્ટ ટીમની રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાન પર છે અને તે તેમાં સુધાર કરવા ઇચ્છશે. ઈંગ્લેન્ડની ટીમ 5-0થી જીતે તો તેના 10 અંક વધી જશે. તેવામાં ભારત અને તેના વચ્ચે અંકોનું અંતર 28થી ઘટીને માત્ર 5 અંકનું રહી જશે. જ્યારે ભારત 5-0થી જીતે તો તેના 129 અંક થઈ જશે અને ઈંગ્લેન્ડ 94 અંકની સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news