ખતના કેસ: શું દાઉદી વોહરા યુવતીઓ પાલતુ ઘેટા-બકરા છે: સુપ્રીમ કોર્ટ

દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયની કિશોરીઓની ખતના પ્રથાને પડકારનારી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનવણી થઇ. સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠે સુનવણી દરમિયાન કહ્યું કે, મહિલા માત્રે પતિની પસંદગી બનવા માટે એવું શા માટે કરે ? શું તે પાલતુ બકરીઓ છે ? તેની પણ પોતાની ઓળખ છે. કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા ભલે ધાર્મિક હોય, પરંતુ પહેલી નજરમાં મહિલાઓની ગરિમા વિરુદ્ધ હોવાનું જોવા મળે છે. કોર્ટે તેમ પણ કહ્યું કે, સવાલ એવો છે કે કોઇ પણ મહિલાના જનનાંગને શા માટે સ્પર્શે ? 
ખતના કેસ: શું દાઉદી વોહરા યુવતીઓ પાલતુ ઘેટા-બકરા છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયની કિશોરીઓની ખતના પ્રથાને પડકારનારી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનવણી થઇ. સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠે સુનવણી દરમિયાન કહ્યું કે, મહિલા માત્રે પતિની પસંદગી બનવા માટે એવું શા માટે કરે ? શું તે પાલતુ બકરીઓ છે ? તેની પણ પોતાની ઓળખ છે. કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા ભલે ધાર્મિક હોય, પરંતુ પહેલી નજરમાં મહિલાઓની ગરિમા વિરુદ્ધ હોવાનું જોવા મળે છે. કોર્ટે તેમ પણ કહ્યું કે, સવાલ એવો છે કે કોઇ પણ મહિલાના જનનાંગને શા માટે સ્પર્શે ? 

સામાન્ય રીતે પણ ધાર્મિક નિયમોના પાલનનો અધિકાર આ સીમામાં બંધાયેલો છે કે નિયમ સામાજિક નૈતિકતા અને વ્યક્તિગત્ત સ્વાસ્થયને નુકસાન પહોંચાડનારૂ ન હોય. અરજીકર્તા સુનીતા તિવારીએ કહ્યું કે, વોહરા મુસ્લિમ સમુદાય આ વ્યવસ્થાને ધાર્મિક નિયમ કહે છે. સમુદાયનું માનવું છે કે 7 વર્ષની યુવતીના ખતના કરી દેવામાં આવવું જોઇએ. તેનાથી તે શુદ્ધ થઇ જાય છે. એવી મહિલાઓ પતિની પણ પસંદ હોય છે. અરજીકર્તાના વકીલે કહ્યું કે, ખતનાની પ્રક્રિયાને અપ્રશિક્ષિત લોકો અંજામ આપે છે. ઘણા કિસ્સામાં બાળકીનું એટલું લોહી વહી જાય છે કે તે ગંભીર સ્થિતી સુધી પહોંચી જાય છે. 

આ બળાત્કારનાં કિસ્સામાં ગણાય છે. 
અરજીકર્તાના વકીલ ઇંદિરા જયસિંહે આગળ કહ્યું કે, વિશ્વભરમાં એવી પ્રથાઓ પ્રતિબંધિત થઇ રહી છે. પોતે ધાર્મિક અંજુમન એવું કરી રહ્યા છે. ઇસ્લામ પણ માને છે કે જ્યાં રહો ત્યાના કાયદાનું હંમેશા સન્માન કરો. આમ પણ કોઇને પણ બાળકીના જનનાંગ સ્પર્શ કરવાની ઓળખ ન હોવી જોઇએ. IPCની કલમ 375ની બદલાયેલી પરિષાભામાં તે બળાત્કારના વર્તુળમાં આવે છે. બાળકી સાથે આવું કરવું તે પોક્સો એક્ટમાં પણ આવે છે. સુનવણી દરમિયાન તે વાત પર પણ ચર્ચા થઇ કે ક્લિટોરલ હુડના કટ જવાથી મહિલાઓ યૌન સુખથી વંચિત થઇ જાય છે. 

ઇંદિરા જયસિંહે કોર્ટને અપીલ કરી કે તેઓ આ મુદ્દે વિસ્તારથી સુનવણી કરે. આ આધારે સુનવણી ન બંધ કરવામાં આવે કે તેની અસર પુરૂષ ખતના પર પણ પડી શકે છે. ગત્ત સુનવણીમાં કોર્ટે કહ્યું હતું કે ધર્મનાં નામે કોઇ મહિલાનાં યૌન અંગને કઇ રીતે સ્પર્શી શકે છે ? યૌન અંગોને કાપવી મહિલાઓની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે. 

આ પ્રથા કલમ 14 અને 21નું ઉલ્લંઘન છે
અરજીકર્તા અને વ્યવસાયે વકીલ સુનીતા તિવારીનું કહેવું છે કે આ પ્રથા તો અમાનવીય અને અસંવેદનશીલ છે. માટે આ અંગે સરકાર જ્યા સુધી કડક કાયદો ના બનાવે ત્યા સુદી કોર્ટ ગાઇડલાઇન ઇશ્યું કરે. તે અંગે સરકારે કોર્ટને જણાવ્યું કે કાયદો તો પહેલાથી જ છે. પરંતુ તેમાં હાલના પ્રાવધાનોને ફરીથી વિચારણા હેઠળ લઇ શકાય છે. જેથી હાલનાં સમય અનુસાર તેને સમસામાયિક અને ઉપયોગી બનાવી શકાય. 
અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુવતીઓની ખતના પ્રથાને માનવતાના કારણે અને કાયદાની દ્રષ્ટીએ બંન્ને રીતે યોગ્ય નથી. કારણ કે તે સંવિધાનમાં રહેલ સમાનતાની ગેરેન્ટી 14 અને 21નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જેથી મજહબની આડમાં યુવતીઓના ખતના કરવાનાં આ કુકૃત્યને બિનજામીન પાત્ર અને સંજ્ઞેય ગુનો જાહેર કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news