વર્લ્ડ કપ 2019: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલા કાલે, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11

 વર્લ્ડ કપ 2019: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલા કાલે, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11

લંડનઃ વિશ્વકપમાં રવિવાર 9 જૂને ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ રમશે. આ મેચ કેનિંગ્ટન ઓવલમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે રમાશે. ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની બંન્ને મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ એકમાત્ર મેચ આફ્રિકા વિરુદ્ધ રમી છે અને તેમાં જીત હાસિલ કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને ટીમો મજબૂત છે અને તેથી આ મેચ રોમાંચક થવાની પૂરી સંભાવના છે. અહીં અમે તમને બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

ઓસ્ટ્રેલિયાઃ 2 સ્પિનર રમી શકે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ ભારત વિરુદ્ધ 2 નિષ્ણાંત સ્પિનર ઉતારવા પર વિચાર કરી રહ્યું છે. આ સિવાય તેની પાસે ગ્લેન મેક્સવેલ પણ છે જે થોડી ઓવરો કરી શકે છે. તેમાં કોઈ બે મત નથી કે ઓસ્ટ્રેલિયાની પાસે પેસ એકેટ મજબૂત છે. મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને નાથન કુલ્ટર નાિલ જેવા બોલર આ ટીમની પાસે છે. 

આ હોઈ શકે છે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, નાથન લાયન, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને એડમ ઝમ્પા. 

ટીમ ઈન્ડિયાઃ પરિવર્તનની સંભાવના ઓછી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં પણ તે વાતની સંભાવના ઓછી છે કે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ જીતનારી ટીમમાં કોઈ ફેરફાર કરશે. ટીમના બધા ખેલાડીઓ ફિટ છે. ધોનીના બલિદાન બેજનો મામલો પણ હવે શાંત થઈ ગયો છે. તેનાથી ટીમ ઈન્ડિયાનું સંપૂર્મ ધ્યાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પર હશે. 

આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શિખર ધનવ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news