IND A vs PAK A: પાકિસ્તાને ભારતને ફાઇનલમાં 128 રને હરાવ્યું, ઇમર્જિંગ એશિયા કપ કર્યો કબજે

Emerging Teams Asia Cup 2023 Final: પાકિસ્તાન એએ ઈન્ડિયા એને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ના ફાઇનલમાં 128 રને પરાજય આપ્યો છે. પાકિસ્તાને આ જીત સાથે ટ્રોફી કબજે કરી લીધી છે. 

IND A vs PAK A: પાકિસ્તાને ભારતને ફાઇનલમાં 128 રને હરાવ્યું, ઇમર્જિંગ એશિયા કપ કર્યો કબજે

નવી દિલ્હીઃ  Emerging Teams Asia Cup 2023 Final IND A vs PAK A: પાકિસ્તાન એ ટીમે ભારતીય એ ટીમને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ના ફાઇનલમાં 128 રને પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 224 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે અભિષેક શર્માએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરે સદી ફટકારી હતી. 

પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે સાઈ સુદર્શન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. સુદર્શન 28 બોલમાં 29 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે અભિષેકે અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 61 રન બનાવ્યા હતા. નિકિન જોસ 11 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન યશ ધુલે 4 ચોગ્ગાની મદદથી 39 રનનું યોગદાન આપ્યું હતું. નિશાંત સિંધુ 9 અને રિયાન પરાગ 14 રન બનાવી આઉટ થયા હતા. હર્ષિત રાણાએ 13 અને રાજ્યવર્ધને 11 રનનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાન માટે સુફિયાન મુકીમે 3 વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા. અરશદ ઇકબાલે 7 ઓવરમાં 34 રન આપી બે સફળતા મેળવી હતી. મેહરન મુમતાઝ અને મોહમ્મદ વસીમ જુનિયરે બે-બે વિકેટ લીધી હતી. તો મુબાસિર ખાને એક બેટરને આઉટ કર્યો હતો. 

પાકિસ્તાન એએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 352 રન ફટકાર્યા હતા. ટીમ માટે તૈયબ તાહિરે સદી ફટકારી હતી. તેણે 71 બોલનો સામનો કરતા 108 રન બનાવ્યા હતા. તાહિરે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. ઓપનર સાહિબઝાદા ફરહાને 62 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. અયૂબે 51 બોલમાં 59 રન બનાવ્યા હતા. મુબાસિર ખાન અને ઉમર યૂસુફે 3 5-35 રનનું યોગદાન આપ્યું હતું. 

ભારત એ માટે રિયાન પરાગે 4 ઓવરમાં 24 રન આપી બે વિકેટ લીધી હતી. રાજ્યવર્ધને 6 ઓવરમાં 48 રન આપી બે સફળતા મેળવી હતી. હર્ષત રાણાને પણ એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news