Monsoon Update: લા નીના દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત

Monsoon Update: લા નીનાના એક્ટિવ થતાં દેશમાં લોકોને જલદી જ ગરમીમાંથી રાહત મળવાની આશા છે. આ ઉપરાંત આ વખતે દેશમાં મોનસૂન જૂનથી સપ્ટેમ્બર સુધી રહી શકે છે. 
 

Monsoon Update: લા નીના દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત

La Nina 2024: દેશમાં અત્યારે ગરમીના કારણે લોકોને ખૂબ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે જલદી જ હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગના અનુસાર જલદી જ લા નીના એક્ટિવ થવા જઇ રહ્યું છે. અલ નીનો હવે ખતમ થઇ રહ્યું છે, અલ નીનોના કારણે દુકાળ અને ગરમી પડે છે. લા નીનોના એક્ટિવ થતાં સામાન્યથી વધુ વરસાદ થાય છે. 

તેને લઇને હવામાન વિભાગે અપડેત આપતાં જણાવ્યું કે આ વખતે દેશમાં મોનસૂન જૂનથી લઇને સપ્ટેમ્બર સુધી રહેશે, કારણ કે આ સમયે લા નીના એક્ટિવ થઇ શકે છે. ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો અને લા નીનોના લીધે જ હવામાનમાં ફેરફાર થઇ શકે છે. અલ નીનોના લીધે તાપમાનમાં વધારો થાય છે અને જ્યારે લા નીનોથી તાપમાન ઓછું થઇ શકે છે.  

ગમે ત્યારે થઇ શકે છે મોનસૂનની દસ્તક
આઇએમડીના મહાનિર્દેસક મૃત્યુંજય મહાપાત્રાએ જાણકારી આપતાં જણાવ્યું કોઇપણ દિવસે કેરલમાં દક્ષિણ પશ્વિમ મોનસૂન આવી શકે છે. આ વખતે લા નીનાના લીધે વધુ વરસાદ થઇ શકે છે. મોનસૂન વધુ પ્રભાવિત કરે છે પરંતુ લા નીના સૌથી મોટું કારક છે. જેથી આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ વર્ષા થઇ શકે છે. 

જુલાઇમાં લા નીના થઇ જશે એક્ટિવ
ભારતીય મોનસૂન માટે લા નીનાને સૌથી વધુ અનુકૂળ ગણવામાં આવે છે. જુલાઇના મહિનામાં લા નીના સંપૂર્ણપણે એક્ટિવ થઇ જશે. એવામાં દક્ષિણ પ્રાયદ્રીપીય અને મધ્ય ભારત સામાન્યથી વધુ વરસાદ થઇ શકે છે. તો બીજી તરફ ઉત્તર-પશ્વિમ ભારતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે જૂન સપ્ટેમ્બરમાં પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ઓછો વરસાદ થઇ શકે છે. વધુ વરસાદના લીધે ઘણી જગ્યાએ વાદળા ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓ થઇ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news