Oily Skin Care: ગરમીના કારણે ચહેરો આખો દિવસ ઓઈલી રહેતો હોય તો અપનાવો આ ઘરેલુ ટીપ્સ

Oily Skin Care: ગરમીના દિવસોમાં ત્વચાનું વધારે ધ્યાન રાખવું પડે છે. ગરમીના કારણે પરસેવો વધારે થાય છે અને તેના કારણે આખો દિવસ ચહેરો ઓઈલી દેખાય છે. આ સિઝનમાં મેકઅપ કરવામાં પણ ધ્યાન રાખવું પડે છે. ગરમીના દિવસોમાં ચહેરાની તાજગી છીનવાઇ જાય છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને જણાવીએ કેટલીક સરળ ટીપ્સ વિશે જેને ફોલો કરીને તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરી શકો છો. 

મોસ્ચ્યુરાઈઝ 

1/6
image

ગરમીના કારણે સ્કીન ઓઇલી અને ડલ રહેતી હોય તો ચહેરા પર મોસ્ચરાઇઝર લગાડવું જોઈએ જેથી ત્વચા પર તાજગી રહે. તો ત્વચાને મોસ્ટરાઈઝ કરવામાં ન આવે તો પરસેવો પણ વધારે થાય છે. 

વધારે મેકઅપ ન કરો 

2/6
image

ઘણા લોકો ઉનાળામાં પણ મેકઅપ વધારે કરે છે જેના કારણે ત્વચા ખરાબ થઈ જાય છે. તેથી ઉનાળામાં શક્ય હોય ત્યાં સુધી મેકઅપ અવોઇડ કરો અને જો કરવો જ પડે તો મેકઅપ કરતા પહેલા ચહેરા પર એલોવેરા અને પપૈયાનો ફેસપેક  અથવા તો બરફ લગાડવો. 

ચિયા સીડ અને કેળાનું માસ્ક

3/6
image

ઉનાળામાં ત્વચાની તાજગી જાળવી રાખવી હોય અને ઓઇલ કંટ્રોલ કરવું હોય તો ચહેરા પર ચિયા સીડ અને કેળાનું ફેસ માસ્ક લગાડવું જોઈએ. આ માસ્ક એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરશે અને ડાઘ પણ દૂર કરશે. 

હળદર અને ચણાનો લોટ 

4/6
image

ઉનાળામાં ઓઇલ ફ્રી ત્વચા માટે હળદર અને ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. ચણાના લોટમાં ચપટી હળદર ઉમેરીને ત્વચા પર લગાડશો તો આખો દિવસ ચહેરો ચમકતો રહેશે. 

વારંવાર ચેહરાને અડો નહીં 

5/6
image

વારંવાર ચેહરાની ત્વચાને સ્પર્શ કરવાથી પણ સમસ્યા વધે છે. તેનાથી હાથની ગંદકી ચહેરાની સ્કીનને પણ ખરાબ કરે છે. જો તમને પણ વારંવાર ચેહરાને હાથની આદત હોય તો આદતને બદલો. આ સિવાય જો વધારે ઓઇલ ચહેરા પર જણાતું હોય તો ટીશુ પેપરથી ડેબ કરીને ઓઇલને ચહેરા પરથી હટાવો.

6/6
image