Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો, ફિટ રહેવું હોય તો ખાવા લાગો આજથી જ

Foods For Weight Loss: રોજના કામની દોડધામ વચ્ચે વજન ઘટાડવા માટે ડાયટ ચાર્ટ અને એક્સરસાઇઝ રોજ થાય તેવું શક્ય બનતું નથી. આવામાં તમે કેટલીક વસ્તુઓ ખાઈને પણ વજન કંટ્રોલ કરી શકો છો. આજે તમને કેટલાક એવા કાળા ફૂડ વિશે જણાવીએ જે વજનને ઝડપથી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો, ફિટ રહેવું હોય તો ખાવા લાગો આજથી જ

Foods For Weight Loss: વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે. વજનને ઝડપથી ઘટાડવું હોય તો વર્કઆઉટની સાથે ડાયટ પણ ફોલો કરવી પડે છે. ટ્રીકલી આ બધું ફોલો કરવું બધા માટે શક્ય નથી. રોજના કામની દોડધામ વચ્ચે ડાયટ ચાર્ટ અને એક્સરસાઇઝ રોજ થાય તેવું શક્ય બનતું નથી. આવામાં તમે કેટલીક વસ્તુઓ ખાઈને પણ વજન કંટ્રોલ કરી શકો છો. આજે તમને કેટલાક એવા કાળા ફૂડ વિશે જણાવીએ જે વજનને ઝડપથી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

વજન ઘટાડતી કાળી વસ્તુઓ 

કાળુ લસણ 

લસણ રોજ રસોઈમાં ઉપયોગમાં આવે છે. પરંતુ તે સફેદ લસણ હોય છે. સફેદ લસણની જેમ કાળુ લસણ પણ આવે છે પરંતુ ખૂબ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. કાળા લસણ પણ પોષક તત્વ થી ભરપૂર હોય છે અને તે બેડ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાને ઘટાડવામાં મદદ કરે છે. 

કાળા ચોખા 

સફેદ અને બ્રાઉન રાઈસ વિશે તો તમે પણ સાંભળ્યું હશે પરંતુ શું તમે કાળા ચોખા ટ્રાય કર્યા છે ? કાળા ચોખા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કાળા ચોખા વજન ઘટાડવાની સાથે ટાઈપ ટુ ડાયાબિટીસના જોખમને પણ ઘટાડે છે. 

બ્લેક ટી 

દૂધ અને ખાંડવાળી ચાને બદલે બ્લેક ટી વજન ઘટાડવામાં વધારે મદદ કરે છે. બ્લેક ટી બેડ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા પર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. 

બ્લેકબેરી 

બ્લેકબેરીમાં પણ એવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આ કાળા રંગનું ફળ વજન કંટ્રોલ કરે છે અને સ્કિન સંબંધિત સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news