INDvsSA: માત્ર પિચના ભરોસે ન રહી શકે વિશ્વની નંબર-1 ટીમઃ ભારત અરૂણ

ભારત અરૂણનું કહેવું છે કે તમારે કોઈપણ પિચ પર રમવું પડી શકે છે. તમારે તે મુજબ ઢળીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. તેમણે મંગળવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શમીની પ્રશંસા પણ કરી હતી. 
 

INDvsSA: માત્ર પિચના ભરોસે ન રહી શકે વિશ્વની નંબર-1 ટીમઃ ભારત અરૂણ

પુણેઃ ભારતીય બોલિંગ કોચ ભારત અરૂણે કહ્યું કે, વિશ્વની નંબર 1 ટીમ માત્ર પિચના ભરોસે ન રહી શકે પરંતુ દરેક સ્થિતિમાં સારૂ પ્રદર્શન કરે છે. અરૂણ પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ છે કે તેણે પોતાના કૌશલ્યથી પિચની પ્રકૃતિની અસર પોતા પર પડવા દીધી નથી. શમીએ વિશાખાપટ્ટનમમાં આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં નીચી અને ધીમી પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે પિચ સ્પિનર ફ્રેન્ડલી હોવાની આશા હતી જેના પર અશ્વિને સાત વિકેટ ઝડપી જ્યારે બેટ્સમેનોને મદદ મળી રહી હતી. 

આફ્રિકાની સાથે બીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે મંગળવારે પત્રકારોને કહ્યું, 'અમને જે વિકેટ મળે છે, અમે તેની માગ કરતા નથી. અમને વિશ્વની નંબર એક ટીમ બનવા માટે જે પણ પરિસ્થિતિ મળે, તેને ઘરેલૂ સ્થિતિના રૂપમાં સ્વીકાર કરવી પડશે.'

તેમણે કહ્યું કે, અમે પરિસ્થિતિઓ પર નિર્ભર રહેવાની જગ્યાએ અમારી કળા પર ધ્યાન આપી રહ્યાં છીએ. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું, 'જ્યારે અમે વિદેશમાં જઈએ તો વિકેટ પર ધ્યાન આપતા નથી. અમે તેને ઘરેલૂ સ્થિતિના રૂપમાં જોઈએ છીએ કારણ કે વિકેટ બંન્ને ટીમો માટે સમાન છે. અમે વિકેટ પર ધ્યાન આપવાની જગ્યાએ અમારી બોલિંગ પર કામ કરીશું.'

અરૂણે કહ્યું કે, જો કોઈ ટીમ નંબર વન બનવા ઈચ્છે છે તો તેણે વિકેટ અનુકુળ પોતાને ઢાળવાની કળા શીખવી પડશે. આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા મંગળવારે ભારતીય બોલિંગ કોચે કહ્યું કે, કોઈપણ ટીમ માટે સ્થિતિને અનુરૂપ પોતાને ઢાળવી જરૂરી હોય છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ભારત નંબર વન અને આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે. 

તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'એક સારી નંબર વન ટીમ બનવા માટે તમારે દરેક સ્થિતિનો સ્વીકાર કરી તેને ઘરેલૂ પરિસ્થિતિઓની જેમ લેવી જોઈએ. 

આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન અંતિમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર શમીએ પાંચ વિકેટ લઈને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. અરૂણે કહ્યું, 'શમીનો શાનદાર બોલિંગ સ્પેલ હતો જેણે અમને મેચમાં વાપસી કરાવી. બાકી મને લાગે છે કે તે સ્થિતિમાં પ્રદર્શન કરવું મુશ્કેલ હતું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news