સ્ટાર એક્ટર વિક્કી કૌશલનું સિક્રેટ ખૂલ્યું, આ મામલે છે સાવ ફટ્ટુસ

સુપરહીટ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકલ’ (uri the surgical strike) માં દુશ્મનોને હંફાવતા નજરે આવનાર સ્ટાર વિક્કી કૌશલ  (Vicky Kaushal) ના એક ડર વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટારને હોરર સ્ટોરીઝથી બીક લાગે છે. બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આગામી સમયમાં હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) માં નજર આવનાર છે. જોકે, વિક્કીનું કહેવું છે કે, તે હોરર ફિલ્મો જોવાથી બહુ જ ડરે છે. ફિલ્મ ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપમાં ભૂમિ પેંડનેકર  (Bhumi Pednekar) પણ છે. 
સ્ટાર એક્ટર વિક્કી કૌશલનું સિક્રેટ ખૂલ્યું, આ મામલે છે સાવ ફટ્ટુસ

નવી દિલ્હી :સુપરહીટ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકલ’ (uri the surgical strike) માં દુશ્મનોને હંફાવતા નજરે આવનાર સ્ટાર વિક્કી કૌશલ  (Vicky Kaushal) ના એક ડર વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટારને હોરર સ્ટોરીઝથી બીક લાગે છે. બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આગામી સમયમાં હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) માં નજર આવનાર છે. જોકે, વિક્કીનું કહેવું છે કે, તે હોરર ફિલ્મો જોવાથી બહુ જ ડરે છે. ફિલ્મ ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપમાં ભૂમિ પેંડનેકર  (Bhumi Pednekar) પણ છે. 

CM રૂપાણીના ભાઈના મોત મામલે કલેક્ટરે સોંપ્યો રિપોર્ટ, લોકેશનને લઈને થયો હતો ગૂંચવાડો

આ ફિલ્મમાં કામ માટે હા પાડતા પહેલા વિક્કીએ અનેકવાર તેના પર વિચાર કર્યો હતો. વિક્કીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું સ્ક્રીપ્ટ વાંચતા પહેલા વિચારી રહ્યો હતો કે, ન તે તેના વાંચ્યા બાદ. સ્ક્રીપ્ટ વાંચતા પહેલા જ મેં વિચાર્યું હતું કે આ તો હોરર છે. ખબર નહિ કે શું થશે. મને હોરર ફિલ્મો જોવાનો બહુ જ ડર લાગે છે. પણ જ્યારે મેં સ્ક્રીપ્ટ વાંચી તો મને ડર લાગ્યો, અને જેમ જેમ હું તેને વાંચતો ગયો તેમ તેમ હું તેમાં ડૂબતો ગયો.

વિક્કી કૌશલે કહ્યું કે, ‘એકવાર મેં વિચાર્યું કે, મનમાંથી બધુ બાજુ પર મૂકી, બસ તારા મનની સાંભળ. આ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ છે. તમે જાણો છો કે, આ એક સારું પ્રોડક્શન હાઉસ છે. ત્યારે હું ફિલ્મના ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંહને મળ્યો, તેઓ હોરર ફિલ્મ માટે બહુ જ ઉત્સાહી હતી. કંઈક એવુ હોરર, જે સ્વભાવિક રૂપથી સામે આવતુ હોય. હું જાણતો હતો કે સુરક્ષિત હાથોમાં હતો...’

ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપ’માં ભૂમિ પેંડનેકર પણ છે. આ ફિલ્મ મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની વાર્તાની વચ્ચે કિનારે ઉભેલ એક જૂનુ જહાજ અને એક કપલની વાત છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ પહેલા 15 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે આગામી વર્ષે 21 ફેબ્રુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. (ઈનપુટ આઈએએનએસમાંથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news