ગુજરાતમાં આવી ગઈ છે વર્લ્ડકપ 2019ની ટ્રોફી, જોવા માટે લેવી પડશે આ સ્થળની મુલાકાત
Trending Photos
અમદાવાદઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વર્લ્ડ કપ 2019ની ટ્રોફી અમદાવાદ આવી પહોંચી છે. આ સમયે ટ્રોફીને વિશ્વભરમાં ફેરવવામાં આવી રહી છે અને ભારત તેનો આઠમો પડાવ છે. ભારતમાં આ ટ્રોફી કુલ 23 દિવસોમાં રહેશે. ટ્રોફીને અલગ-અલગ કુલ નવ શહેરોમાં ફેરવવામાં આવશે. જેના ભાગ રૂપે અમદાવાદમાં વિશ્વકપની ટ્રોફી પ્રદર્શન માટે આવી પહોંચી છે. તમારે આ ટ્રોફી જોવા માટે અમદાવાદ વન મોલની મુલાકાત લેવી પડશે.
મહત્વનું છે કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં વિશ્વકપ 2019નો પ્રારંભ થવાનો છે. વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. આ વર્ષે કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. 1992ના વિશ્વકપની જેમ આ વિશ્વકપનું ફોર્મેટ રાખવામાં આવ્યું છે. દરેક ટીમ એકબીજી ટીમ સામે રમશે. જેથી દરેક ટીમને વિશ્વકપમાં કુલ 9 મેચ રમવા મળશે.
જાણો વિશ્વકપમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
ભારતીય ટીમ પાંચ જૂન 2019થી વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 16 જૂને ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
5 જૂન વિરુદ્ધ સાઉથ આફ્રિકા
9 જૂન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
13 જૂન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
16 જૂન વિરુદ્ધ પાકિસ્તાન
22 જૂન વિરુદ્ધ અફગાનિસ્તાન
27 જૂન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
30 જૂન વિરુદ્ધ ઈંગ્લેન્ડ
2 જુલાઇ વિરુદ્ધ બાંગ્લાદેશ
6 જુલાઇ વિરુદ્ધ શ્રીલંકા
વિશ્વકપની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈ અને બીજી સેમિ ફાઇનલ 11 જુલાઇએ રમાશે. વિશ્વકપનો ફાઇનલ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 14 જુલાઈએ રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે