વિરાટની મુશ્કેલીઓ વધી! કેપ્ટનશિપ બાદ કોહલીને રોહિતે રેકિંગમાં પછાડ્યો
ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ દુનિયાના દરેક મેદાન પર રન બનાવ્યા છે, પરંતુ કેટલાક વર્ષોથી તેમનું બેટ શાંત છે. તેમના બેટ વડે રન નિકળી રહ્યા નથી. તેનું નુકસાન તેમને આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ભોગવવું પડી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ દુનિયાના દરેક મેદાન પર રન બનાવ્યા છે, પરંતુ કેટલાક વર્ષોથી તેમનું બેટ શાંત છે. તેમના બેટ વડે રન નિકળી રહ્યા નથી. તેનું નુકસાન તેમને આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ભોગવવું પડી રહ્યું છે.
રોહિત-વિરાટનું રેકિંગ ડાઉન
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને બુધવારે તાજા આઇસીસી ટેસ્ટ રેકિંગમાં નુકસાન વેઠવું પડ્યું છે. બંને બેટ્સમેન એક-એક ક્રમ નીચે સરક્યા છે. રોહિત બેટ્સમેનની યાદીમાં હજુ પણ ટોચના રેકિંગ પર બિરાજમાન ભારતીય છે. તેમના 754 પોઇન્ટ છે અને એક સ્થાન સરકીને આઠમા સ્થાન પર છે. વિરાટ કોહલીને 724 રેટિંગ પોઇન્ટ છે અને તે 10મા સ્થાને સરકી ગયું છે.
જાડેજા નંબર એક પર કાબિજ
રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડરની યાદીમાં પોતાનો પ્રથમ નંબર યથાવત રાખ્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન વેસ્ટઇંડીઝના જેસન હોલ્ડરને હટાવીને બીજા સ્થાન પર પહોંચી ગયા છે. બોલરોની યાદીમાં અશ્વિન બીજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથા નંબર પર પહોંચી ગયા છે. વનડે રેકિંગમાં વિરાટ કોહલીએ પોતાનું બીજું સ્થાન યથાવત રાખ્યું છે અને રોહિત ચોથા સ્થાને પહોંચી ગયા છે.
આ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનનો જલવો યથાવત
ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર ઉસ્માન ખ્વાઝાએ પાકિસ્તાન વિરૂદ્ધ તાજેતરમાં જ સમાપ્ત થયેલી સીરીઝમાં શાનદરા પ્રદર્શન કર્યું, જેથી તેમણે ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજ બેટ્સમેનોને પછાડતા આઇસીસી તાજેતરની બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં તે છલાંગ લગાવીને સાતમા નંબર પર પહોંચી ગયા છે. ઋષભ પંત ટોચ-10 થી બહાર થઇ ગયા અને તાજા રેકિંગ યાદીમાં 11મા સ્થાન પર છે.
ખ્વાઝાએ પાકિસ્તાન વિરૂદ્ધ બતાવ્યો દમ
ઉસ્માન ખ્વાઝા પાકિસ્તાનના વિરૂદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં જોરદાર બેટ્સમેન હતા, જેમણે પાંચ ઇનિંગમાં 165.33 ની સરેરાશથી 496 રન બનાવ્યા. સીરીઝમાં તેમનો સ્કોર 97, 160, 44 અણનમ 91 અને 104 અણનમ હતા. ત્યારબાદ તેમણે સિડનીમાં નવા વર્ષના ડ્રો એશેઝ ટેસ્ટમાં બેક ટૂ બેક સદીની સાથે વર્ષની શરૂઆત કરી હતી, જે બે વર્ષથી વધુ સમય બાદ ફોર્મેટમાં તેમની વાપસી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે