ICC Test Championship Points Table: ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતનો ફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ
ICC Test Championship 2019-21: ચેન્નઈ ટેસ્ટ બાદ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની તસવીર બદલી ગઈ છે. ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને ફેંકાઈ ગઈ છે તો ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
Trending Photos
દુબઈઃ ભારતીય ટીમ જે એક સમયે ટેસ્ટ ચેમ્પિયનશિપ (Test Championship) ની ફાઇનલની પાક્કી દાવેદર જોવા મળી રહી હતી હવે તે દોડમાં પાછળ રહેતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે ઈંગ્લેન્જ વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચમાં 227 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને ઈંગ્લેન્ડ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
ચેન્નઈમાં ભારતની હાર બાદ આ છે પોઈન્ટ ટેબલની તસવીર
A huge win over India in the first Test has propelled England to the top of the ICC World Test Championship standings 👀#WTC21 pic.twitter.com/8AaC8XMrjr
— ICC (@ICC) February 9, 2021
કેટલી ટીમો
આઈસીસી રેન્કિંગની ટોપ નવ ટીમો આ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ ટીમો છે- ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. જે મેચોમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ હશે તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે નહીં.
શું થશે જો ફાઇનલ ડ્રો કે ટાઈ રહે તો
જો ફાઇનલ ટાઈ કે ડ્રો રહે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. પરંતુ પ્લેઇંગ કંડીશન્સમાં રિઝર્વ ડેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. આવુ ત્યારે થશે જ્યારે પાંચ દિવસના કુલ ખેલ સમયને નુકસાન થયું હોય. ટેસ્ટ મેચમાં રમતનો કુલ સમય 30 કલાક (દરરોજ છ કલાક) છે.
રિઝર્વ ડે ત્યારે રમાશે જો નિયમિત દિવસ અંતર્ગત થયેલા નુકસાનની તે દિવસે ભરપાઈ ન થઈ શકી હોય. ઉદાહરણ માટે વરસાદને કારણે કોઈ દિવસે એક કલાકની રમત શક્ય ન બને અને તે દિવસના અંતમાં તેની ભરપાઈ કરી લેવામાં આવે તો તેને નુકસાન માનવામાં આવતુ નથી. પરંતુ વરસાદને કારણે આખા દિવસની રમત ધોવાય તો નુકસાન થાય છે અને બાકી ચાર દિવસમાં તમે માત્ર ત્રણ કલાકની રમતની ભરપાઈ કરી શકો છે તો રિઝર્વ દિવસમાં મેચ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે