Valentine Special: તમારા પાર્ટનરને ભેટ આપવા માંગો છો? આ રહ્યાં Gift Selection માટે ના Unique Ideas

વેલેન્ટાઈન ડે આવતા જ દરેકના મનમાં કેટલીય તૈયારી થઈ જાય છે કે આ દિવસને કેવી રીતે સેલિબ્રેટ કરીશું પરંતુ દરેકના મનનો એકજ સવાલ હોય છે. આ વર્ષે પોતાના પાર્ટનરને શું સ્પેશિયલ ગીફ્ટ આપે કે તે ખુશ થઈ જાય.તો જુઓ ટોપ 7 ગીફ્ટ આઈડિયા જે તમારા દિવસને બનાવી દેશે એકદમ સ્પેશિયલ...

Valentine Special: તમારા પાર્ટનરને ભેટ આપવા માંગો છો? આ રહ્યાં Gift Selection માટે ના Unique Ideas

ઝી બ્યૂરો, અમદાવાદઃ વેલેન્ટાઈન ડે આવતા જ તમામ લોકોના મનમાં રોમેન્સ જાગી જાય છે. નવ યુવાનોમાં તો વેલેન્ટાઈન ડે નો અનોખો જ ક્રેઝ જોવા મળે છે પરંતુ સેલિબ્રેશનના મામલામાં મોટી ઉંમરના લોકો પણ કાંઈ કમ નથી હોતા. અને હોય પણ કેમ નહિં કારણકે પ્રેમ કરવાની અને તમારા પાર્ટનરને પ્રેમ જતાવવાની કોઈ ઉંમર કે દિવસ નથી હોતા.

1.પર્સનલાઈઝ્ડ કે હેન્ડમેડ ગીફ્ટ
આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કોઈ એવી વસ્તુ ગીફ્ટ કરો જેની સાથે પહેલેથી જ તમારી ખાસ યાદો જોડાયેલી છે. આ ગીફ્ટ તમને સ્પેશિયલ યાદો તાજા કરાવશે અને તમારા વેલેન્ટાઈન ગીફ્ટને પણ લાઈફટાઈમ માટે યાદગાર બનાવી દેશે. આ ગીફ્ટમાં કાંઈ પણ હોઈ શકે છે જેમકે કાર્ડ, ફોટો ગેલેરી, તમારી જાતે બનાવેલી કોઈ વસ્તુ (સ્કાફ, પેઈન્ટિંગ, ચોકલેટ).

2.પ્લાન્ટ
જો કોઈ ગીફ્ટ દરરોજ સવારે તમને તમારા પાર્ટનરની મીઠી યાદ અપાવે તો તમારો આખો દિવસ આનંદમય રીતે પસાર થાય છે. તો આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કોઈ ક્યુટ, નાનકડો પ્લાન્ટ ગીફ્ટ કરો. દરરોજ તેની જાળવણી કરવામાં તે તમને જરૂર યાદ કરશે અને આ પ્લાન્ટ તમારા ઘર અને રૂમની શોભા વધારવામાં પણ મદદ કરશે.

3.ફોટો સ્કેચ/ ફોટો પઝલ
દરેક કપલ માટે પોતાના પાર્ટનર સાથે પડાવેલા દરેક ફોટો સ્પેશિયલ હોય છે. પરંતુ તમે આવા કોઈ ફોટોનો સ્કેચ બનાવડાવીને ગીફ્ટ કરશો તો તે વધુ સ્પેશિયલ બની જશે. આ ઉપરાંત તમે તમારા કોઈ ફોટોની પઝલ પણ બનાવડાવી શકો છો. આ પઝલને જ્યારે પણ સાથે મળીને જોડશો ત્યારે તમારી લાગણીઓ પણ જોડાઈ જશે.

4.વેકેશન
જ્યારે કોઈ કામ સાથે મળીને કરવામાં આવે તો તેની મઝા બમણી થઈ ડજાય છે અને એમાં પણ જો સાથે ફરવા જવામાં આવે તો તો શું વાત જ કરવી. આમ પણ આ કોરોનાનો ડર હવે થોડો હળવો થઈ ગયો છે તો તમે કોઈ વેકેશન પર જઈને વેલેન્ટાઈન ડે મનાવી શકો છો. જો તમારે થોડા દિવસ પછી ફરવા જવાનો પ્લાન હોય તો તમે વેકેશનસ્થળની ટિકિટ ડિઝાઈન કરી તેની પ્રીન્ટ આપીને તમારા પાર્ટનરને સરપ્રઈઝ આપી શકો છો.

5.કપલ જ્વેલરી
જ્વેલરી ફક્ત છોકરીઓને જ પસંદ હોય છે એવું નથી છોકરાઓને પણ જ્વેલરી એટલી જ પસંદ હોય છે. આ વેલેન્ટાઈન ડે પર તમે કપલ રીંગ કે કપલ પેન્ડેન્ટ ગીફ્ટ કરી શકો છે.આમાં તમે તમારા બજેટ પ્રમાણે આર્ટીફીસીયલ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, ડાયમંડની જ્વેલરી પસંદ કરી શકો છો.

6.મેચીંગ કપડાં
આમેય આપણે ત્યાં મેચીંગ કપડાં પહેરીને આવતા કપલને ક્યુટ માનવામાં આવે છે. મેંચીગ કે પેરીંગ વાળા કપડાં ગીફ્ટ કરવા માટે વેલેન્ટાઈન ડે સૌથી બેસ્ટ છે. આ એક સરસ યાદગાર ગીફ્ટ પણ બની જશે અને સાથે સાથે તમે આ કપડાંમાં ફોટા પાડી સોશીયલ મિડીયામાં પોતાનો વટ પણ પાડી શકશો.

7.ટેક્નોલોજી
આજના જમાનામાં યાદગારની સાથે સાથે તમારી ગીફ્ટ યુઝફુલ હોવી જોઈએ. તો આ વર્ષે તમે તમારા પાર્ટનરને તેની લાઈફને સરળ બનાવતા કોઈ ગેજેટ ગીફ્ટ કરો. જેમકે પાવરબેન્ક, બ્લુટુથ સ્પીકર, હેડફોન, સ્માર્ટહોમ, હેલ્થ બેન્ડ વગેરે.આ ગીફ્ટનો તે રોજ ઉપયોગ પણ કરશે અને દરવખતે તમને યાદ પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news