Uttarakhand Flood: સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધસ્તરે કામ ચાલુ- અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) મંગળવારે રાજ્યસભા (Rajya Sabha) માં કહ્યું કે ઉત્તરાખંડમાં રવિવારે ઋષિ ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે એક સુરંગમાં ફસાયેલા, NTPCના નિર્માણધીન પ્રોજેક્ટના લગભગ 35 જેટલા કર્મીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) મંગળવારે રાજ્યસભા (Rajya Sabha) માં કહ્યું કે ઉત્તરાખંડમાં રવિવારે ઋષિ ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે એક સુરંગમાં ફસાયેલા, NTPCના નિર્માણધીન પ્રોજેક્ટના લગભગ 35 જેટલા કર્મીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે. આ અકસ્માતમાં એક અન્ય સુરંગમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત બહાર કાઢી ચૂકાયા છે.
ગૃહમંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ઉત્તરાખંડ પૂર આફત પર આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે 7 ફેબ્રુઆરીના રોજ સવારે લગભઘ 10 વાગે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિ ગંગા ના ઉપરવાસમાં હિમ સ્ખલનની એક ઘટના ઘટી. જેના કારણે ઋષિ ગંગા નદીના જળ સ્તરમાં એકાએક વધારો થયો. તેમણે કહ્યું કે ઋષિ ગંગામાં આવેલા પૂરના કારણે 13.2 મેગાવોટ ક્ષમતાનો એક Hydroelectric project સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો. આ પૂરના કારણે નીચાણવાળા વિસ્તાર તપોવનમાં NTPC ના નિર્માણધીન 520 મેગાવોટના Hydroelectric project ને પણ નુકસાન પહોંચ્યું.
450 jawans of ITBP, 5 teams of NDRF, 8 teams of Indian Army, a Navy team and 5 IAF helicopters are engaged in search and rescue operation: Union Home Minister Amit Shah in Rajya Sabha on Uttarakhand glacier disaster pic.twitter.com/opL8Ng6LIH
— ANI (@ANI) February 9, 2021
જળ સ્તરમાં થયો ઘટાડો
શાહના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે હવે નીચાણવાળા વિસ્તારમાં પૂરનું કોઈ જોખમ નથી. આ સાથે જ જળ સ્તરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. ગૃહમંત્રીએ ઉપગ્રહ પાસેથી મળેલી જાણકારીઓ શેર કરતા કહ્યું કે આ હિમસ્ખલન લગભગ 14 વર્ગ કિલોમીટર જેટલું મોટું હતું. જેના કારણે ઋષિગંગાના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ પેદા થઈ.
13 ગામોથી સંપર્ક તૂટ્યો
શાહે કહ્યું કે NTPC ની એક અન્ય સુરંગમાં 25થી 35 લોકો ફસાયેલા છે. આ લોકોને બચાવવા માટે યુદ્ધસ્તરે કામ ચાલુ છે. આ સાથે જ ગુમ થયેલા લોકોને શોધવાનું કામ ચાલુ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઘટના સ્થળ નજીક 13 ગામોથી સંપર્ક બિલકુલ કપાઈ ગયો છે. આ ગામોમાં જરૂરી સાધન સામગ્રી અને દવા વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.
Uttarakhand Government has stated that there is now no danger of flooding in the lower areas and water level is also receding. Electricity restored in most areas, BRO carrying out repair work of 5 damaged bridges: Union Home Minister Amit Shah in Rajya Sabha
— ANI (@ANI) February 9, 2021
કેન્દ્ર તરફથી દરેક શક્ય મદદ
તેમણે સદનને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર રાહત અને બચાવ કાર્ય માટે જે પણ જરૂરી કાર્ય છે તે રાજ્ય સરકાર સાથે મળીને કરી રહી છે તથા આ માટે જે પણ સહાયતાની જરૂર હશે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ તમામ સભ્યોએ આ આફતમાં જીવ ગુમાવનારા લોકોના સન્માનમાં કેટલીક પળો સુધી પોતાના સ્થાન પર ઊભા રહીને મૌન ધારણ કર્યું. સભાપતિએ દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ આપતા આશા વ્યક્ત કરી કે આ આફત બાદ ચલાવવામાં આવી રહેલા બચાવ અને રાહત કાર્યથી લોકોને યોગ્ય લાભ મળશે.
30 dead bodies have been recovered. Search operation is on for the missing. We are searching river bed & debris. Today, three bodies were recovered from the debris in Raini village including our police personnel: Ashok Kumar, DGP #Uttarakhand pic.twitter.com/W1JRvXHwdC
— ANI (@ANI) February 9, 2021
ટનલમાં કર્મચારીઓ હજુ ફસાયેલા, 30 મૃતદેહો મળી આવ્યા
ઉત્તરાખંડમાં આવેલી આફતમાં અત્યાર સુધીમાં 30 મૃતદેહો મળી આવ્યા છે. ડીજીપી અશોકકુમારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ગુમ થયેલા લોકો માટે સર્ચ અભિયાન ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું કે અમારા પોલીસકર્મી સહિત 3 લોકોના મૃતદેહો રૈણી ગામમાં કાટમાળમાંથી મળી આવ્યા. આ બાજુ કેન્દ્રીય મંત્રી આર કે સિંહના જણાવ્યાં મુજબ NTPC VE 93 કર્મીઓ હજુ ગુમ છે. 39 લોકો ટનલમાં ફસાયેલા છે. જેમના સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે. હિમ તોફાન અંગે આગોતરી જાણકારી મળે તે માટે અમે અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવાનું પણ વિચારી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે