ICC Ranking: 600 વિકેટ ઝડપનાર એન્ડરનને થયો ફાયદો, ક્રાઉલીને પણ મળ્યું ઈનામ
મેચમાં સાત વિકેટ ઝડપનાર એન્ડરસન બોલરોની રેન્કિંગમાં ટોપ-10મા પરત આવી ગયો છે. તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં બહાર થઈ ગયો હતો.
Trending Photos
દુબઈઃ પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને બેટ્સમેન જેક ક્રોઉલીએ જે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેથી તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.
મેચમાં સાત વિકેટ ઝડપનાર એન્ડરસન બોલરોની રેન્કિંગમાં ટોપ-10મા પરત આવી ગયો છે. તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં બહાર થઈ ગયો હતો.
એન્ડરસને છ સ્થાનની છલાંગ લગાવી છે અને તે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. આ મેચમાં એન્ડરસને ઈતિહાસ પણ રચ્યો છે. તેણે પાકિસ્તાનના કેપ્ટન અઝહર અલીને આઉટ કરવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો હતો.
તો બેવડી સદી ફટકારનાર બેટ્સમેન જેક ક્રાઉલી 53 સ્થાન આગળ વધતા 28મા સ્થાને પહોંચી ગયો છે. તેની આ પ્રથમ ટેસ્ટ સદી હતી. સિરીઝની શરૂઆત તેણે 95મા સ્થાનથી કરી હતી.
તો મેન ઓફ ધ સિરીઝ રહેલા ઈંગ્લેન્ડના જોસ બટલરને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ત્રીજી ટેસ્ટ મેચમાં 152 રન બનાવ્યા જેની મદદથી તે 21મા સ્થાને પહોંચી ગયો છે.
તો અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 141 રન ફટકારનાર અઝહર અલીને 11 સ્થાનનો ફાયગો થયો છે અને તે 23મા સ્થાને આવી ગયો છે. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પણ 72મા સ્થાને પહોંચી ગયો છે.
આ છે ટોપ-10 બેટ્સમેન
1. સ્ટીવ સ્મિથ
2. વિરાટ કોહલી
3. માર્નસ લાબુશેન
4. કેન વિલિયમ્સન
5. બાબર આઝમ
6. ડેવિડ વોર્નર
7. ચેતેશ્વર પૂજારા
8. બેન સ્ટોક્સ
9. જો રૂટ
10. અંજ્કિય રહાણે
આ છે ટોપ-10 બોલર
1. પેટ કમિન્સ
2. સ્ટુઅર્ટ બ્રોડ
3. નીલ વેગનર
4. ટીમ સાઉથી
5. જેસન હોલ્ડર
6. કગિસો રબાડા
7. મિશેલ સ્ટાર્ક
8. જેમ્સ એન્ડરસન
9. જસપ્રીત બુમરાહ
10. ટ્રેન્ટ બોલ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે