મોમા મારા ગાડી લાયા ભપોમ ભપોમ!!! જાણો Honda Jazzની કિંમત અને ફીચર્સ

લોકડાઉનમાં ઠપ્પ પડી ગયેલી ઓટો ઇંડસ્ટ્રીએ હવે ગતિ પકડવાનું શરૂ કરી દીધું છે. હોન્ડા (Honda)એ પોતાની પ્રીમિયમ હેચબેક Jazz 2020ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેને ત્રણે વેરિએન્ટ V, VX અને ZXમાં ઉતારવામાં આવી છે.

મોમા મારા ગાડી લાયા ભપોમ ભપોમ!!! જાણો Honda Jazzની કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: લોકડાઉનમાં ઠપ્પ પડી ગયેલી ઓટો ઇંડસ્ટ્રીએ હવે ગતિ પકડવાનું શરૂ કરી દીધું છે. હોન્ડા (Honda)એ પોતાની પ્રીમિયમ હેચબેક Jazz 2020ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેને ત્રણે વેરિએન્ટ V, VX અને ZXમાં ઉતારવામાં આવી છે. ત્રણેય વેરિએન્ટ્સ CVT ઓટોમેટિક ઓપ્શનમાં પણ આવશે. BS-VI Jazz ને ફક્ત પેટ્રોલ ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. નવી Jazz માં 1.2-litre i-VTEC એન્જીન આપવામાં આવ્યું છે. જે 89 bhp નો પાવર અને 110 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. CVT ઓટોમેટિક યૂનિટ ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. 

નવી હોન્ડા Jazz ની કિંમત
તેના V MT વેરિએન્ટની દિલ્હી એક્સ શો-રૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ત્યારબાદ ZX CVT વેરિએન્ટ માટે 9.73 લાખ રૂપિયા સુધી જાય છે. હોન્ડા તરફથી ગત થોડા સમયમાં આ ત્રીજી સૌથી મોટી લોન્ચિંગ છે. આ પહેલાં હોન્ડાએ 5મી જનરેશનની Honda City અને ફેસલિફ્ટ WR-V લોન્ચ કરી હતી. હોન્ડાએ નવી Jazz ની બુકિંગ પહેલાં જ શરૂ કરી દીધી છે. 21 હજાર રૂપિયામાં તેનું બુકિંગ કરી શકાશે. 

નવી Jazz માં શું છે નવું?
ક્યાં સુધી લુક્સની વાત છે, આગળ અને પાછળથી ગાડીને નવો લુક આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં નવા બમ્પર સાથે નવી LED DRLs આપવામાં આવી છે અને એક નવી ગ્લોસી બ્લેક ગ્રિલ ક્રોમ બોર્ડર આપવામાં આવી છે. પાછળ પણ નવા બમ્પર આપવામાં આવ્યા છે. તેમાં સિગ્નેચર રિયર વિંગ લાઇટ પણ આપવામાં આવી છે. તેના ઇંટીરિયરમાં ખૂબ ફેરફાર છે. તેમાં ટચપેડ ડેશબોર્ડ, ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, ટચસ્ક્રીન કંટ્રોલ પેનલ, એલસીડી ડિસ્પ્લે, સ્ટિયરિંગ માઉન્ટ ઓડિયો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત નવ પુશ સ્ટાર્ટ-સ્ટોપ બટન આપવામાં આવ્યું છે. વન ટચ સનરૂફ આપવામાં આવ્યું છે. તેમાં 17.7 સેન્ટીમીટરની ટચસ્ક્રીન ઓડિયો વીડિયો નેવિગેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. નવી Jazz ની ટક્કર Maruti Suzuki Baleno, Hyundai Elite i20, Tata Altroz, Toyota Glanza અને Volkswagen Polo સાથે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news