World Cup 2023: ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર, ટ્રેવિસ હેડે શરૂ કરી પ્રેક્ટિસ, જાણો ક્યારે કરશે વાપસી

Travis Head: 2023 વનડે વિશ્વકપમાં શરૂઆતી બે મેચ હારી ચુકેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે નેટ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 

World Cup 2023: ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર, ટ્રેવિસ હેડે શરૂ કરી પ્રેક્ટિસ, જાણો ક્યારે કરશે વાપસી

ICC ODI Cricket World Cup 2023, Travis Head: ભારતમાં રમાઈ રહેલ વિશ્વકપ 2023માં શરૂઆતી બે મેચ હારનારી ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટર ટ્રેવિસ હેડ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે. હેડે નેટ પર પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. 

વિસ્ફોટક બેટર ટ્રેવિસ હેડે હાથમાં ફ્રેક્ચરથી સાજા થયા બાદ રવિવારે નેટ પ્રેક્ટિસ કરી હતી, ત્યારબાદ આ બેટરના ભારતમાં રમાઈ રહેલા વનડે વિશ્વકપમાં ટીમમાં જલ્દી સામેલ થવાની આશા વધી ગઈ છે. ટ્રેવિસ હેડ ગુરૂવારે ભારતમાં આવવાની સંભાવના છે. તેણે પાછલા શુક્રવારે હાથમાંથી સુરક્ષાત્મક પટ્ટી હટાવી દીધી હતી. 

વિશ્વકપ પહેલા સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝેનો બોલ વાગ્યા બાદ તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ કારણ તે ટીમની સાથે વિશ્વકપ રમવા ભારત આવ્યો નથી. 

તે વાતની સંભાવના ઓછી છે કે તે શુક્રવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ઉપલબ્ધ હશે.  પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યાં બાદ 25 ઓક્ટોબરે દિલ્હીમાં નેધરલેન્ડ સામેની મેચ રમી શકે છે. 

ટ્રેવિસ હેડે 'ક્રિકેટ.કોમ.એયૂ'ને કહ્યું- હું સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું. આ મારી આશા કરતા સારૂ છે. અમે સર્જરી ન કરાવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેમાં સાજા થવામાં 10 સપ્તાહ જેટલો સમય લાગત. અમને જણાવવામાં આવ્યું કે સ્પ્લિંટની સાથે સાજા થવામાં ઓછામાં ઓછા છ સપ્તાહ લાગશે. 

તેણે આગળ કહ્યું- અમારી યોજના પ્રમાણે નેધરલેન્ડ વિરુદ્ધ મેચ મારી ઈજા થયાના લગભગ છ સપ્તાહ બાદ છે. આગળ બધુ બરાબર રહ્યું તો મેં મારા માટે તે તારીખ નક્કી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news