ICC Awards: આઈસીસીની ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2022 જાહેર, ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન

ICC Awards 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વનડે ટીમની કમાન પાકિસ્તાનના બાબર આઝમ અને ટેસ્ટ ટીમની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે. 

ICC Awards: આઈસીસીની ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2022 જાહેર, ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન

દુબઈઃ ICC Men's Odi and test team of the year: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે વનડે ટીમ ઓફ ધ યર 2022 અને ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ પોતાની વનડે ટીમનો કેપ્ટન બાબર આઝમને પસંદ કર્યો છે. તો ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સને બનાવવામાં આવ્યો છે. આઈસીસીની વનડે ટીમ ઓફ ધ યરમાં બે ભારતીયોને સ્થાન મળ્યું છે. જ્યારે ટેસ્ટ ટીમમાં એક ભારતીય ખેલાડી સ્થાન શક્યો છે. 

વનડે ક્રિકેટમાં નંબર 1 બેટર બાબર આઝમ માટે પાછલું વર્ષ શાનદાર રહ્યું, વર્ષ 2022માં બાબરે 9 વનડે મેચમાં 84.87ની એવરેજની સાથે 679 રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરે 8 વખત 50નો આંકડો પાર કર્યો જેમાં તે ત્રણ વખત સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કેપ્ટનશિપ પ્રમાણે પણ બાબર માટે વર્ષ સારૂ રહ્યું હતું. પાકિસ્તાન તેની આગેવાનીમાં પાછલા વર્ષે 9માંથી માત્ર 1 મેચમાં હાર્યું હતું. આ કારણે આઈસીસીએ તેને પોતાની ટીમની કમાન સોંપી છે. 

ભારતના બે ખેલાડી વનડે ટીમમાં સામેલ
આઈસીસી દ્વારા પસંદ કરાયેલી ટીમમાં ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સીનિયર ખેલાડીઓની ગેરહા-જરીમાં પાછલા વર્ષે શ્રેયસ અય્યરને વધુ મેચ રમવાની તક મળી હતી. અય્યરે તેનો ફાયદો ઉઠાવ્યો અને 2022 પોતાના નામે કર્યું હતું. નંબર 4 પર બેટિંગ કરનાર અય્યરે 17 મેચમાં 55.69ની એવરેજથી 724 રન બનાવ્યા. તેણે આ દરમિયાન 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. તો અન્ય ભારતીયમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. સિરાજે 2022માં 15 વનડે મેચમાં 4.62ની ઇકોનોમી સાથે 24 વિકેટ ઝડપી હતી. સિરાજ 2023માં પણ સારૂ પ્રદર્શન કરીને વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો છે. 

આઈસીસી વનડે ટીમ ઓફ ધ યર
બાબર આઝમ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, શાઈ હોપ, શ્રેયસ અય્યર, ટોમ લાથમ (વિકેટકીપર), સિકંદર રઝા, મેહદી હસન મિરાઝ, અલ્જારી જોસેફ, મોહમ્મદ સિરાજ, ટ્રેન્ટ બોલ્ટ અને એડમ ઝમ્પા. 

Does your favourite player make the XI? #ICCAwards | Details 👇

— ICC (@ICC) January 24, 2023

આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા ટેસ્ટ ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીની ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022માં બેન સ્ટોક્સને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો એકમાત્ર ભારતીય રિષભ પંતને ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, નાથન લાયનને તક મળી છે. પાકિસ્તાનના બાબર આઝમ, ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો, બોલરમાં પેટ કમિન્સ, જેમ્સ એન્ડરસન અને કગિસો રબાડાને તક મળી છે. 

આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર
ઉસ્માન ખ્વાજા, ક્રેગ બ્રેથવેટ, માર્નસ લાબુશેન, બાબર આઝમ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, રિષભ પંત, પેટ કમિન્સ, કગિસો રબાડા, નાથન લિયોન, જેમ્સ એન્ડરસન.

Find out which players make the XI 📝 #ICCAwards

— ICC (@ICC) January 24, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news