IPL 2019: હૈદરાબાદને લાગી લોટરી, 12 પોઈન્ટ સાથે પહોંચી પ્લેઓફમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
Trending Photos
મુંબઈઃ આઈપીએલ-12ના અંતિમ લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 9 વિકેટે હરાવતા સનરાઇઝર્સ હૈદરાબાદને લોટરી લાગી છે. કોલકત્તાના પરાજય સાથે હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગયું છે. આ મેચમાં કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માટે વિજયની જરૂર હતી. આ મેચ પહેલા કોલકત્તાના 13 મેચોમાં 12 પોઈન્ટ હતા. જ્યારે હૈદરાબાદના 14 મેચોમાં 12 પોઈન્ટ હતા. પરંતુ હૈદરાબાદની નેટ રનરેટ શાનદાર હતી. જેથી કોલકત્તાનો પરાજય થતાં હૈદરાબાદ નેટ રનરેટના આધારે આઈપીએલ-2019ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. લીગના છેલ્લા મેચમાં પ્લેઓફની છેલ્લી ટીમ નક્કી થઈ હતી.
12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હૈદરાબાદ
આઈપીએલની 12 સિઝનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ટીમ 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હોય. આ પહેલા 11 સિઝનમાં કોઈપણ ટીમ 12 પોઈન્ટ સાથે ક્વોલિફાઇ કરી શકી નથી. ઘણી ટીમોએ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી છે.
પ્લેઓફમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ 8 મેએ વિશાખાપટ્ટનમમાં રમાશે. તો કોલકત્તાને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર-1 વિરુદ્ધ મેચ રમશે.
Here it is the #VIVOIPL Points Table after the league stage.
Onto the Playoffs now 😎😎 pic.twitter.com/FULlVTcOFJ
— IndianPremierLeague (@IPL) May 5, 2019
સનરાઇઝર્સ હૈદરાબાદની આઈપીએલ-2019માં સફર
ટીમ તારીખ પરિણામ
કેકેઆર 24 માર્ચ હૈદરાબાદ 6 વિકેટે હાર્યું
રાજસ્થાન 29 માર્ચ હૈદરાબાદ 5 વિકેટે જીત્યું
આરસીબી 31 માર્ચ SRHનો 118 રને વિજય
દિલ્હી 4 એપ્રિલ હૈદરાબાદનો 5 વિકેટે વિજય
મુંબઈ 6 એપ્રિલ મુંબઈનો 40 રને વિજય
પંજાબ 8 એપ્રિલ પંજાબનો 6 વિકેટે વિજય
દિલ્હી 14 એપ્રિલ હૈદરાબાદનો 39 રને પરાજય
ચેન્નઈ 17 એપ્રિલ હૈદરાબાદ 6 વિકેટે જીત્યું
કોલકત્તા 21 એપ્રિલ હૈદરાબાદ 9 વિકેટે જીત્યું
ચેન્નઈ 23 એપ્રિલ હૈદરાબાદ 6 વિકેટે હાર્યું
રાજસ્થાન 27 એપ્રિલ હૈદરાબાદ 7 વિકેટે હાર્યું
પંજાબ 29 એપ્રિલ હૈદરાબાદ 45 રને જીત્યું
મુંબઈ 2 મે સુપર ઓવરમાં હૈદરાબાદ હાર્યું
આરસીબી 4 મે હૈદરાબાદનો 4 વિકેટે પરાજય
Qualified 🙌#OrangeArmy #RiseWithUs pic.twitter.com/fwxpQjqjfh
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે