શિખર ધવન, ધોની ફોર્મમાં પરત ફરતા ભારતીય વિશ્વકપ અભિયાનને મળી નવી ઉર્જા

આઈપીએલના ફાઇનલમાં પહોંચ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં વર્કલોડને લઈને કોઈ મુશ્કેલી ન થઈ, પરંતુ આ ટૂર્નામેન્ટના માધ્યમથી વિશ્વકપની સારી તૈયારી થઈ ગઈ છે. 
 

શિખર ધવન, ધોની ફોર્મમાં પરત ફરતા ભારતીય વિશ્વકપ અભિયાનને મળી નવી ઉર્જા

નવી દિલ્હીઃ આઈપીએલ-12ની શરૂઆત પહેલા આ દોઢ મહિના લાંબી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના વર્કલોડને લઈને ખૂબ ચર્ચા થઈ, કારણ કે આ ટૂર્નામેન્ટ બાદ વિશ્વ કપનું આયોજન થવાનું છે. પરંતુ આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં વર્કલોડને લઈને કોઈ મુશ્કેલ થઈ નથી પરંતુ આ ટૂર્નામેન્ટના માધ્યમથી વિશ્વ કપની સારી તૈયારી થઈ ગઈ. એક કેપ્ટન તરીકે રોહિત માટે આ ટૂર્નામેન્ટ શાનદાર રહી, પરંતુ એક બેટ્સમેન તરીકે જોવામાં આવે તો તે પણ પોતાના પ્રદર્શનથી નિરાશ હશે. 

30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતીય અભિયાનનો મહત્વનો ભાગ રહેનારા રોહિતનું બેટ આઈપીએલમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યું. આ સિવાય વિશ્વ કપની ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓમાંથી કેટલાકે આઈપીએલ દરમિયાન પોતાની લય ગુમાવી તો કેટલાકે પોતાની લય હાસિલ કરી હતી. વિશ્વ કપની તૈયારીઓ પ્રમાણે આ આઈપીએલ ભારતીય ટીમ માટે કેવી રહી, કરીએ તેના પર એક નજર. 

ઓપનિંગમાં ફિફ્ટી-ફિફ્ટી
રોહિત શર્મા (મેચ-15 રન-405, એવરેજ-28.92, 50- 2): રોહિત શર્માએ છેલ્લી બે સિઝનના મુકાબલે આ સિઝનમાં વધુ રન બનાવ્યા, પરંતુ તેના બેટથી એકપણ મેચ વિનિંગ ઈનિંગ ન આવી. મોટી ઈનિંગ રમવામાં માહેર રોહિત માત્ર બે અડધી સદી ફટકારી શક્યો હતો. ભારતીય ટીમને જો વિશ્વકપમાં વિપક્ષીઓને પસ્ત કરવા છે તો આ ઓપનરે લયમાં પરત ફરવું ખૂબ જરૂરી હશે. 

શિખર ધનવ  (મેચ-16, રન-521, એવરેજ- 34.73, 50- 5): આઈપીએલ પહેલા જો કોઈ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો તો તે હતો શિખર ધનવ. પરંતુ પસંદગીકારોએ તેને મોટી ટૂર્નામેન્ટનો ખેલાડી ગણાવીને વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો. આ ડાબા હાથના બેટ્સમેને આ ધારણાને યોગ્ય ઠેરવી અને આઈપીએલમાં રન બનાવવાના મામલામાં ચોથા સ્થાન પર રહ્યો. 

મિડલ ઓર્ડર થયું મજબૂતઃ
વિરાટ કોહલી (મેચ-14, રન-464, એવરેજ-33.14,  50/100- 2/1): વિરાટની ટીમનું પ્રદર્શન આઈપીએલમાં ખરાબ રહ્યું અને આગેવાનીના મોરચે પણ તે ઘણો પાછળ રહ્યો. પરંતુ તેનું બેટ ચાલતું રહ્યું. એક સદી પણ ફટકારી. વર્લ્ડ કપમાં ભારત પ્રબળ દાવેદાર છે કારણ કે ભારતની બેટિંગ લાઇનઅપમાં વિરાટ છે અને આઈપીએલમાં વિરાટના પ્રદર્શન બાદ વિપક્ષી ટીમ વધુ પરેશાન રહેશે. 

એમએસ ધોની  (મેચ-15, રન-416, એવરેજ- 83.20, 50- 3): કેટલાક મહિના પહેલા ધોનીને નિવૃતી લેવાની સલાહ આપવામાં આવી રહી હતી. આલોચક તેને વિશ્વકપની ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નહતા. કેટલિક હદ સુધી તે યોગ્ય હતા કારણ કે ત્યારે ધોની એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેનું એગ્રેશન ખોવાય ગયું હતું. પરંતુ આઈપીએલની ભઠ્ઠીમાં ફરી એકવાર નિખરીને આવ્યો છે. તે ફરી શક્તિશાળી શોટનો બાદશાહ જોવા મળી રહ્યો છે. તેની ફોર્મમાં વાપસીથી ભારતનું મધ્યમક્રમ મજબૂત થઈ ગયું છે. 

કેદાર જાધવ (મેચ-14, રન-162, એવરેજ- 18.00, 50- 1): કેદાર માટે આઈપીએલ ખરાબ રહ્યો. રન પણ ન બન્યા અને અંતિમ લીગ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયો. હવે જોવાનું રહેશે કે તે કેટલો ઝડપી ફિટ થાય છે અને પોતાની લય હાસિલ કરે છે. 

ઓલરાઉન્ડર એટેક
હાર્દિક પંડ્યા (મેચ-16, રન- 402, એવરેજ- 44.86, 50-1, વિકેટ-14): પ્રતિબંધ બાદ વાપસી કરતા હાર્દિકે આ આઈપીએલમાં પોતાનું આક્રમક રૂપ દેખાડ્યું જેનાથી ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ખૂબ ખુશ હશે. પાવર હિટિંગને નવો આયામ આપવામાં લાગેલો હાર્દિક વિપક્ષી ટીમની સ્થિતિ ખરાબ કરવા આતુર જોવા મળી રહ્યો છે. 

રવિન્દ્ર જાડેજા (મેચ-16, રન-106, એવરેજ-35.33, વિકેટ-15): એક પેસરની જગ્યાએ સ્પિનર જાડેજાને જ્યારે ટીમમાં જગ્યા આપવામાં આવી તો આંગળીઓ ઉઠી હતી, પરંતુ હવે તે આંગળીઓ ઝુકી ગઈ છે. પોતાની બેટિંગની ક્ષમતા અને કુલદીપ યાદવના ખરાબ ફોર્મને જોતા જાડેજા અંતિમ ઈલેવનમાં જગ્યા બનાવતો જોવા મળી રહ્યો છે. 

કુલદીપ વધારી ચિંતા
કુલદીપ યાદવ (મેચ-9, વિકેટ- 4, એવરેજ- 71.50, ઇકોનોમી-8.66):
ક્યારેક ટીમ ઈન્ડિયાના ટ્રમ્પ કાર્ડ કહેવાતા લેગ સ્પિનર કુલદીપ યાદવની ફિરકી આ આઈપીએલમાં ન ચાલી. અજાણ્યા બેટ્સમેનોએ પણ આ સ્પિનરની ધોલાઈ કરી હતી. આ ભારતીય ટીમ માટે સારો સંદેશ નથી. 

યુજવેન્દ્ર ચહલ  (મેચ-14, વિકેટ-18, એવરેજ-21.44, ઇકોનોમી- 7.82): ચહલે ધડાધડ વિકેટ ઝડપી. ઇકોનોમી સામાન્ય રહી. કુલદીપનું ખરાબ ફોર્મ જોતા આ બોલરે વિશ્વકપમાં વધુ જવાબદારી ઉપાડવી પડી શકે છે. 

ટાર્ગેટ પર ફાસ્ટરઃ 
જસપ્રીત બુમરાહ (મેચ-16, વિકેટ- 19, એવરેજ-21.52, ઇકોનોમી-6.63): ઈંગ્લેન્ડની સ્વિંગ કંડિશનમાં ફાસ્ટરની ભૂમિકા મહત્વની હશે અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટરોએ આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ફેન્સને ઈંગ્લેન્ડમાં પણ સારા પ્રદર્શનનો વિશ્વાસ અપાવ્યો છે. સૌથી મહત્વના રોલમાં બુમરાહ છે, જેણે મુંબઈને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. 

મોહમ્મદ શમી  (મેચ-14, વિકેટ-19, એવરેજ-24.68, ઇકોનોમી-8.68): શમીની ટીમ પંજાબ પ્લેઓફમાં ન પહોંચી, પરંતુ આ મહેનતુ ફાસ્ટરે શાનદાર એવરેજની સાથે બોલિંગ કરી પોતાનું કામ સારી રીતે કર્યું. 

ભુવનેશ્વર કુમાર (મેચ-15, વિકેટ-13, એવરેજ-45.46, ઇકોનોમી-7.81): ભુવ વધુ સફળ રહ્યો નથી, પરંતુ આશા છે કે ઈંગ્લેન્ડમાં આ સ્વિંગ માસ્ટર બીજા રંગમાં જોવા મળશે. 

બેન્ચે અપાવ્યો વિશ્વાસ
કેએલ રાહુલ (મેચ- 14, રન- 593, એવરેજ- 42.06, 50/100- 6/1): કેએલ રાહુલે આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં એક મજબૂત વિકલ્પ આપ્યો. 

દિનેશ કાર્તિક  (મેચ-14, રન-253, એવરેજ-31.62, 50-2): કાર્તિકે કેટલાક મેચોમાં જવાબદારી પૂર્વક ઈનિંગ રમી, પરંતુ વિશ્વકપમાં લગભગ તેને તક મળશે, કારણ કે માહી લયમાં આવી ગયો છે. 

વિજય શંકર (મેચ- 15, રન-244, એવરેજ- 20.33, 50-0): શંકર માટે આ લીગ ખરાબ રહી. ઘણીવાર તેને ટીમને જીત અપાવવા અને હીરો બનવાની તક મળી, પરંતુ તે આ તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news