ચીનના સૌથી અમીર જેક માએ 996 બાદ હવે કર્મચારીઓને આપ્યો 669નો 'સેક્સ મંત્ર'

ચીનના સૌથી અમીર વ્યક્તિ ગણાતા અને અલીબાબા જૂથના સંસ્થાપક જેક માનો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

ચીનના સૌથી અમીર જેક માએ 996 બાદ હવે કર્મચારીઓને આપ્યો 669નો 'સેક્સ મંત્ર'

નવી દિલ્હી: ચીનના સૌથી અમીર વ્યક્તિ ગણાતા અને અલીબાબા જૂથના સંસ્થાપક જેક માનો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે જેક માએ પોતાના કર્મચારીઓને ફરી એકવાર અજીબોગરીબ સલાહ આપી છે. ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ પોતાના કર્મચારીઓના સામૂહિક વિવાહ કાર્યક્રમમાં જેક માએ કહ્યું કે કામના મામલે 996ની ભાવના હોવી જોઈએ. જ્યારે જીવનમાં 669ના સિદ્ધાંતને અનુસરવું જોઈએ. 

તમને જણાવી દઈએ કે અહીં 669ના જે સિદ્ધાંતની વાત જેક મા કરી રહ્યાં છે તેનો અર્થ છે 6 દિવસમાં 6 વાર સેક્સ માણવું. અત્રે જણાવવાનું કે ચીનના હંગઝાઓ સ્થિત અલીબાબાના હેડક્વાર્ટરમાં દર વર્ષે 10મી મેનો દિવસ અલી ડે તરીકે ઉજવાય છે. આ દિવસે કંપનીના કર્મચારીઓના સામૂહિક વિવાહ થાય ચે. આ અવસરે 54 વર્ષના જેક માએ પોતાના કર્મચારીઓને આ સલાહ આપી. થોડા સમય અગાઉ જેક માએ 996ના સિદ્ધાંતને અનુસરવાની સલાહ આપી હતી. આ સિદ્ધાંતની પણ આકરી ટીકાઓ થઈ હતી. 996ના  સિદ્ધાંત મુજબ જેમ માનું કહેવું હતું કે તેમના કર્મચારીઓ અઠવાડિયાના છ દિવસ રોજ 12 કલાક (સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી) કામ કરે. 

જુઓ LIVE TV

તે સમયે અલીબાબાના ફાઉન્ડરનું કહેવું હતું કે તેમને 8 કલાક કામ કરવાની મેન્ટાલિટીવાળા લોકોની જરૂર નથી. તેમના આ નિવેદન વિવાદમાં સપડાયું હતું. મામલો એ હદે પહોંચી ગયો કે અખબારોમાં સંપાદકીય લખીને તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે તે વખતે કેટલાક લોકોએ તેમની આ થીયરીનું સમર્થન પણ કર્યું હતું. લોકોનું કહેવું હતું કે ચીનની અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે. 

હવે આ નવા 669ના સિદ્ધાંતના કારણે જેક મા ફરી ચર્ચામાં છે અને લોકોના નિશાના પર આવી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યાં છે કે આ ધરતી પર કદાચ જ કોઈ એવી વ્યક્તિ હોય જે 996 મુજબ કામ કરે અને ઘરે જઈને 669 માટે તાકાત બચાવી શકે. વીબો પર અલીબાબાના ઓફિશિયલ પેજ પર કાયદેસર રીતે વિંકિંગ ઈમોજી સાથે 669 કોટ પણ કરવામાં આવેલ છે. કેટલાક યૂઝર્સ લખી રહ્યાં છે કે પબ્લિકમાં આવા શરમજનક જોક માર્યા બાદ તેને પ્રમોટ પણ કરાઈ રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news